મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

વાંકાનેરના કણકોટ પાટીયા પાસેથી ૧૯૨ બોટલ દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા


SHARE







વાંકાનેરના કણકોટ પાટીયા પાસેથી ૧૯૨ બોટલ દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા

વાંકાનેર તાલુકાના કણકોટ ગામના પાટીયા પાસેથી પસાર થતી આઈ-૨૦ કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી ૧૯૨ બોટલ દારૂ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ, બે મોબાઈલ ફોન અને કાર સહિત કુલ મળીને ૩.૯૫ લાખના મુદામાલ સાથે હાલમાં બે શખ્સોની ધરપકડ કરી છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના ખોરાણા ગામ બાજુથી નીકળીને કુવાડવા ગામ તરફ આઈ-૨૦ કાર જવાની છે જેમાં દારૂનો જથ્થો ભરેલ છે તેવી ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્થળ ઉપરથી આઈ-૨૦ કાર નંબર જીજે ૧- ડીએ ૭૭૧૨ પસાર થઈ રહી હતી જેને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે કારમાં બેઠેલા બે શખ્સોને કારમાંથી નીચે ઉતારીને કાર ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી ૧૯૨ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી ૭૨,૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા ૨૩ હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૩.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કલ્પેશભાઈ ઉર્ફે લાલો બાબુભાઈ ખાચર જાતે કાઢી દરબાર (૨૨) રહે. ભાડલા તાલુકો જસદણ જીલ્લો રાજકોટ અને છત્રજીતભાઈ વિજયભાઈ ખાચર જાતે કાઠી દરબાર (૨૪) રહે. પાળીયાદ દરબારગઢ તાલુકો જીલ્લો બોટાદ વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી લઈને આવ્યા હતા અને કોને આપવા માટે જઈ રહ્યા હતા તે દિશામાં હવે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા આગળની તપાસ કરવામાં આવશે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા મહેતા વીણાબેન મધુસુધનભાઈ (૬૦) લોહાણાપરાની પાછળના ભાગમાં શાક માર્કેટમાં ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં વૃદ્ધાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ધરમનગરમાં રહેતા ઉર્વીબેન અભિષેકભાઈ ગેડિયા (૨૪) નામની મહિલા ડિવાઇડર પાસે બેઠી હતી ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેને હડફેટ લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઉર્વીબેનને ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા અને ત્યાંથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને બનાવની જાણ કરી હતી અને હાલમાં વધુ તપસ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News