મોરબીમાં બે સ્થળેથી ૧૧૫ ચાઈનીઝ ફિરકી સાથે વેપારી સાહિત બે શખ્સની ધરપકડ
SHARE
મોરબીમાં બે સ્થળેથી ૧૧૫ ચાઈનીઝ ફિરકી સાથે વેપારી સાહિત બે શખ્સની ધરપકડ
મોરબીમાં લખધિરવાસ ચોક પાસે આવેલ સીઝન સ્ટોરની દુકાનમાં ચાઈનીઝ ફીરકી રાખીને તેનું વેચાણ થતું હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યારે રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૫૫ નંગ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી ઝડપાયો હતો તેવી જ રીતે મોરબીના નગર દરવાજા ચોક પાસેથી બોક્સ લઈને પસાર થઇ રહેલા શખ્સને રોકીને ચેક કરવામાં આવતા તેના પાસે રહેલ બોક્સમાંથી ૬૦ નંગ ચાઈનીઝ ફિરકી મળી આવી હતી જેથી પોલીસે મુદ્દામાલ કબજે કરી જુદા જુદા બે ગુના મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ લખધીરવાસ ચોક પાસે રહેતા જેકી અશોકભાઈ કારીયા જાતે લોહાણા (૩૫) ની હરસિધ્ધિ સિઝન સ્ટોર નામની દુકાનમાં ચાઈનીઝ ફિરકી રાખીને તેનું વેચાણ કરવામાં આવતું હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દુકાનમાં ચેક કરતા સ્થળ ઉપરથી ૫૫ નંગ ચાઈનીઝ ફિરકી મળી આવી હતી જેથી કરીને ૨૭,૫૫૦ ની કિંમતની ચાઈનીઝ ફીરકીનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો અને જિલ્લા કલેકટરમાં જાહેરમાં ભંગ સભા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આવી જ રીતે મોરબીના નગર દરવાજા ચોક પાસેથી બોક્સ લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા તે શખ્સ પાસે રહેલ બોક્સ ચેક કર્યું હતું ત્યારે આ શખ્સ પાસે રહેલ બોક્સમાંથી ૬૦ નંગ ચાઈનીઝ ફિરકી મળી આવતા પોલીસે હાલમાં સાજીદ સીદીકભાઈ સરવદી જાતે ફકીર (૩૦) રહે મામલતદાર કચેરી પાસે ટંકારા વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલેખનીય છે કે ઉતરાયણ ઉપર ચાઈનીઝ ફિરકી અને તુકકલના કારણે ઘણી વખત અકસ્માતના ગંભીર બનાવો બનતા હોય છે તેને ધ્યાનમાં રાખીને ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ ફિરકીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને તેને લગતા જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં પણ કેટલાક વેપારીઓ દ્વારા નફો રળી લેવા માટે થઈને ચાઈનીઝ ફિરકી અને તુક્કલનું વેચાણ કરવામાં આવતું હોય છે તે હકીકત છે