બ્રાન્ડેડ આઇટમોમાં બમ્પર ડિસ્કાઉન્ટ: મોરબીના શિવ હોલમાં વિન્ટર એન્ડ વેડિંગ સેલ શરૂ
ટંકારાના મીતાણા પાસે નશાખોર આઇસર ટ્રક ચાલકે પીસીઆર સહિત ત્રણ વાહનોને ઉડાવ્યા: ગુનો નોંધાયો
SHARE
ટંકારાના મીતાણા પાસે નશાખોર આઇસર ટ્રક ચાલકે પીસીઆર સહિત ત્રણ વાહનોને ઉડાવ્યા: ગુનો નોંધાયો
ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ પુલ નજીકથી નશાની હાલતમાં આઇસર ટ્રક લઈને પસાર થઈ રહેલા વાહન ચાલકે બાઈક, ઇકો ગાડી અને પોલીસની પીસીઆર વનને હડફેટે લીધી હતી જેથી ત્રણેય વાહનોમાં નુકસાની થયેલ હોય હાલમાં પોલીસ કર્મચારી દ્વારા આઇસર ટ્રકના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. ચંદુભાઈ કેશાભાઈ મકવાણાએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજયભાઈ રાજેશભાઈ મકવાણા રહે. રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા ગામ પાસે પુલ નજીકથી આરોપી તેના હવાલા વાળું આઇસર ટ્રક નંબર જીજે ૧૩ એપી ૮૩૧૯ લઇને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે બાઈક નંબર જીજે ૩૬ એડી ૩૬૨૬ તથા ઈકો ગાડી નંબર જીજે ૩ એઆર ૬૭૪૭ ને હડફેટે લીધી હતી તેમજ પોલીસની પીસીઆર વન પી-૧૦૦ માં જમણી બાજુ નુકસાની કરી હતી આમ પોલીસના વાહન સહિત કુલ મળીને ત્રણ વાહનોમાં આઇસર ટ્રકના ચાલકે નુકસાની કરેલી હોવાથી હાલમાં પોલીસ કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજય રાજેશભાઈ મકવાણા જાતે કોળી (૪૫) રહે ચુનારવાડ શિવાજીનગર શેરી નંબર ૨૧ જીઇબી પોલીસ સ્ટેશન સામે દૂધસાગર રોડ રાજકોટ વાળાની ધરપકડ કરી પાંચ લાખ રૂપિયાની કિંમતનો આઇસર ટ્રક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે