ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી મોરબી નજીક એસટીની બસની પાછળ બસ ઘૂસી જતાં 10 થી વધુ મુસાફરોને નાના મોટી ઇજા મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

વાંકાનેરના પાંચ દ્વારકા પાસે સામે આવેલ વાહન પાછું લેવાનું કહેનારા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના પાંચ દ્વારકા પાસે સામે આવેલ વાહન પાછું લેવાનું કહેનારા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકાથી તીથવા ગામ તરફ જવાના રસ્તા ઉપર વાહનની સામે વાહન આવી જતા હાથનો ઈશારો કરીને વાહન પાછું લેવા માટે યુવાનને કહ્યું હતું ત્યારે સામે વાળાએ તેને ગાળો આપી હતી અને ત્યાર બાદ ચાર શખ્સો દ્વારા તેને માર મરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ હાલમાં તેણે ચાર શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા તોફીકભાઈ અબ્દુલભાઈ ગઢવારા જાતે મોમીન (૨૭)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુલામહુસેન આહમદ ખાન, હુસેન આહમદ ખાન સાકીર ગુલામભાઈ અને રજાક આહમદભાઈ રહે. બધા પાંચ દ્વારકા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, પાંચ દ્વારકા ગામથી તીથવા ગામ તરફ જવાનો નદી વાળો જૂનો રસ્તો છે ત્યાંથી તે વાહન લઇને પસાર થઈ રહ્યો હતો ત્યારે ગુલામહુસેન આહમદ ખાન તેનું વાહન લઈને સામે આવ્યો હતો ત્યારે હાથનો ઈસારો કરીને ફરિયાદી યુવાને વાહન પાછું લેવા માટે થઈને કહ્યું હતું ત્યારે ગુલામહુસેન અહમદ ખાને તેના વાહનમાંથી નીચે ઉતરી ફરિયાદીને ગાળો આપી હતી ત્યારે ફરિયાદી ગાળો આપવાની ના પાડતા આરોપીએ તેને ઢીકા પાટુનો માર માર્યો હતો અને અન્ય આરોપીઓએ લાકડીના ધોકા વડે હાથે પગે અને શરીરને માર માર્યો હતો તેમજ ઢીકા પાટુનો માર મારીને ઇજાઓ કરી હતી જેથી કરીને તોફિકભાઈ ગઢવારાને ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં તેમણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. વી.ડી. ખાચર ચલાવી રહ્યા છે






Latest News