મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે આવેલ ગેસ્ટ હાઉસના મેનેજર સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરના માટેલ રોડે આવેલ ગેસ્ટ હાઉસના મેનેજર સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસીઓની રજીસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવતી ન હતી અને પથિક સોફ્ટવેરમાં પણ એન્ટ્રી કરેલ ન હતી જેથી કરીને ગેસ્ટ હાઉસના મેનેજર સામે હાલમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લામાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ અને અન્ય નાના-મોટા ઉદ્યોગ આવેલા હોવાથી અહીંયા બહારથી ઘણા બધા લોકો કામ ધંધા માટે અને રોજગાર માટે થઈને આવતા હોય છે દરમિયાન કલેકટર દ્વારા બહારથી આવતા લોકો હોટલ, રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસમાં રોકાણ કરે તો તેની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવા માટે થઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં પણ ઘણી જગ્યાએ પથિક સોફ્ટવેરમાં મુલાકાતઓની એન્ટ્રી કરવામાં આવતી નથી દરમ્યાન વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ વિકાસ ગેસ્ટ હાઉસ ખાતે એસઓજીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં આવતા મુસાફરોની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરેલ ન હતી જેથી કરીને ગેસ્ટ હાઉસના મેનેજર સુનિલભાઈ ઘુઘાભાઇ વાઢેર જાતે કોળી (૧૯) રહે. વિકાસ ગેસ્ટ હાઉસ ઢુવા માટેલ રોડ મૂળ રહે મોટી મોલડી તાલુકો ચોટીલા વાળાની સામે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ બસ સ્ટેશન સામેથી નરેશભાઈ સુરેશભાઈ ઝીંઝવાડીયા જાતે કોળી (૨૦) રહે. વીસીપરા ધોળેશ્વર રોડ મેલડી માતાજીના મંદિર પાસે મોરબી વાળો બુલેટ નંબર જીજે ૩ એચબી ૪૯૨૦ લઈને જઈ રહ્યો હતો ત્યારે કાર નંબર જીજે એનબી ૨૮૮૮ ના ચાલકે તેના બુલેટને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈક ઉપર જઈ રહેલ નરેશભાઈ તથા સાહિલભાઈ રસ્ત ઉપર પડતાં તેઓને શરીરે ઇજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News