વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર રોડ ઉપરના મસમોટા ગાબડા બુરવા જીલ્લા પંચાયતના વિપક્ષી નેતાની માંગ 


SHARE







ટંકારાના અમરાપર રોડ ઉપરના મસમોટા ગાબડા બુરવા જીલ્લા પંચાયતના વિપક્ષી નેતાની માંગ 

ટંકારા શહેરના પોસ વિસ્તારને જોડતા અમરાપર રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી મસમોટા ગાબડા છે તેને બુરવામાં આવતા નથી જેથી કરીને ખાડા બુરવા માટે જીલ્લા પંચાયતના વિપક્ષી નેતા ભુપતભાઈ ગોધાણીએ હાલમાં રજુઆત કરેલ છે અને આગામી તા ૧૦ થી ૧૨ ફેબ્રુઆરીના મહોત્સવ પુર્વે ટંકારાની આથમણી બાજુ રૂડુંને રૂપાળું લાગે એવુ કામ કરનાર અધિકારીઓ જ્યા ઉતારો આપ્યો ત્યા પણ વ્યવસ્થા કરવા જણાવ્યું છે અને તાત્કાલિક કાર્યવાહી કરો નહીંતર નગરજનો જાતે કામ કરી તંત્રની પોલ છતી કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે

ટંકારા જીલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય અને મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણીએ માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, આગામી દિવસોમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી સહિતના મહાનુભાવો ટંકારામાં આવી રહ્યા છે તેની સાથોસાથ હજારો આર્ય સમાજના લોકો દેશ દેશાવરથી આવવાના છે જેને પગલે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે પરંતુ શહેરનો મુખ્ય માર્ગ શ્મશાન અને ગાયત્રી નગર નજીક મસમોટા ગાબડા અને પાણીના નિકાલ માટે હેરાન પરેશાન થઈ રહેલા નગરવાસી માટે તાકીદે કામગીરી કરવા સુચના આપી છે. અને જો આ કામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં નગરજનો જાતે કામ કરી તંત્રની પોલ છતી કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે આગેવાને ઉચ્ચારી છે






Latest News