હળવદના ખેતરડી ગામે ઘરમાંથી ૨૫ પેટી દારૂ સાથે એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ
મોરબી જીલ્લામાં નિવૃત નાયબ મામલતદારના મોટાભાઈ-ભાભીને માર મારીને ચાર શખ્સોએ કરી દાગીના-રોકડની લૂંટ
SHARE
મોરબી જીલ્લામાં નિવૃત નાયબ મામલતદારના મોટાભાઈ-ભાભીને માર મારીને ચાર શખ્સોએ કરી દાગીના-રોકડની લૂંટ
મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામ પાસે આવેલ સરદારનગરમાં રહેતા નિવૃત નાયબ મામલતદારના મોટાભાઈ અને ભાભીના ઘરમાં રાત્રિના સમયે ચાર અજાણ્યા શખ્સો ઘુસ્યા હતા અને ત્યાં રહેતા વૃદ્ધ દંપતિને માર મારવામાં આવ્યો હતો અને ઘરમાંથી રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવેલ છે અને ચારેય શખ્સો રત્ન અંધારામાં નાશી ગયેલા છે આ બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને બાજુમાં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી ફરિયાદ લેવા અને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે
મોરબી જિલ્લામાં ચોરી અને ચોરીનો પ્રયાસ, લૂંટ અને લૂંટનો પ્રયાસ, ધાડ અને ધાડનો પ્રયાસ, હત્યા અને હત્યાનો પ્રયાસ, જુગાર, નસીલા પદાર્થોનું વેચાણ વિગેરે જેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે જેથી કરીને પોલીસની નાઈટ પેટ્રોલિંગ સહિતની કામગીરી સામે સવાલો ઉઠતા હોય છે તેવામાં ગત રાત્રિના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકામાં આવતા સરવડ ગામ પાસે સરદારનગરમાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરને અજાણ્યા ચાર શખ્સો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને ઘરમાં ઘૂસેલા આ ચાર શખ્સો દ્વારા ત્યાં રહેતા વૃદ્ધ દંપતિને માર મારવામાં આવ્યો હતો અને તેઓની પાસેથી રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી છે ત્યારે પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે ૧૦૦ ટકા સવાલ ઊભા થાય તેમાં શંકા ને કોઈ સ્થાન નથી
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા નિવૃત્ત મામલતદાર સુરાણીભાઈ નામ મોટાભાઈ મગનભાઈ જાદવજીભાઈ સુરાણી (૬૬) અને તેમના ભાભી જશુબેન મગનભાઇ સુરાણી (૬૧) સરવડ ગામ પાસે સરદારનગરમાં રહે છે અને તેઓ રત્ન સમયે ઘરમાં હતા દરમિયાન રાત્રીના ત્રણથી સાડા ત્રણ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ચાર શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતા અને મગનભાઈના પત્ની રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં બાથરૂમ કરવા માટે થઈને પોતાના ઘરમાં આવેલ બાથરૂમમાં ગયા હતા અને ત્યાંથી તે પરત પોતાના ઘરમાં જતા હતા ત્યારે ઘરમાં ઘૂસી આવેલા અજાણ્યા શખ્સોએ તેમને ધક્કો મારીને ઓસરીમાં પાડી દીધા હતા
ત્યારબાદ આ શખ્સો ઘરમાં આવી ગયા હતા અને ત્યાં સૂતેલા મગનભાઈ સુરાણીને માથા અને કાનના ભાગે લાકડાનો ધોકો મારીને ઇજા કરી હતી તેમજ તેઓના પત્નીને ડરાવ્યા ધમકાવ્યા હતા અને તેઓએ કાનમાં પહેરેલા સોનાના બૂટિયા તેમજ કબાટમાં રાખેલા સાત જોડી ચાંદીના સંકળા તથા ૫૦૦૦ રૂપિયા રોકડાની લૂંટ કરી હતી ત્યાર બાદ આ શખ્સો ત્યાંથી નાસી ગયેલ હતા આ ઘટનાની જાણ થતા નિવૃત્ત નાયબ મામલતદાર તથા મગનભાઈના દીકરા સહિતનાઓ વહેલી સવારે તેમના ઘરે પહોંચ્યા હતા અને તેમને સારવાર માટે ગામમાં જ આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા
આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃદ્ધ દંપતીને ઘરમાં માર મારીને તેની પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયાની લૂંટ ચલાવીને નાસી ગયેલા ચારેય શખ્સોને પકડવા માટે થઈને તેમજ ભોગ બનેલા વૃદ્ધની ફરિયાદ લેવા માટે હાલમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે વધુમાં મળતી માહિતી મુજબ ઘરમાં વૃદ્ધ દંપતીને માર મારીને લૂંટ કરી ગયેલા ચારેય શખ્સો હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં વાતો કરતાં હતા અને લૂંટની ઘટનાને અંજામ આપીને રાતના અંધારામાં ઓગળી ગયેલ છે ત્યારે પોલીસની નાઈટ પેટ્રોલિંગની વાતો સામે સવાલો ઊભા થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી
ફિનાઇલ પી ગયો
મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૧ માં રહેતો ઇર્શાદ કાદરભાઈ ગાલબ (૩૫) નામનો યુવાન કોઈ કારણોસર પોતે પોતાની જાતે ફીનાઇલ પી ગયો હતો જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે