મોરબી-માળિયાના બાવન ગામોને કેનાલથી સિંચાઈનું પાણી મળે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી જિલ્લા સંકલન સમિતિની ૨૨મીએ બેઠક મળશે
SHARE
મોરબી જિલ્લા સંકલન સમિતિની ૨૨મીએ બેઠક મળશે
મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૬/૧૦ શનિવારે યોજવાને બદલે હવે તા.૨૨/૧૦ ના રોજ શુક્રવારે બપોરના ૩ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.
આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લાના સંકલનના સર્વે અધિકારીઓને જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર દ્વારા જણાવાયું છે.