વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી સીરામીક સીટીના ફ્લેટમાં કુટણખાનું ચલાવતી મહિલા સહિત બેની ૫૨,૦૦૦ ના મુદામાલ સાથે ધરપકડ


SHARE









મોરબી સીરામીક સીટીના ફ્લેટમાં કુટણખાનું ચલાવતી મહિલા સહિત બેની ૫૨,૦૦૦ ના મુદામાલ સાથે ધરપકડ

મોરબીના લાલપર ગામ પાસે ઉમીયાનગર નજીક આવેલ સીરામીક સીટીના એપાર્ટમેન્ટ નં-ઇ-૩ રૂમ નં-૬૦૨ માં પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી ત્યારે ત્યાં કુંટણખાનું ચાલુ હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને પોલીસે રોકડા રૂપિયા અને કોન્ડમના પેકેટ કબજે કરીને મહિલા સહિત બેની સામે ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં મહિલા સહિત બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ ખરેડા ગામના રહેવાસી અને હાલમાં સીરામીક સીટીમાં એપાર્ટમેન્ટ નં ઇ-૩ ફ્લેટ નં-૬૦૨ માં રહેતા રાજેશભાઇ સવજીભાઇ કુગશીયા જાતે આહીર અને મુળ ખરેડા ગામના રહેવાસી અને હાલમાં સીરામીક સીટીમાં એપાર્ટમેન્ટ નં ઇ-૩ ફ્લેટ નં-૬૦૨ માં રહેતી જયશ્રીબેન ચંદુભાઇ ચાવડા જાતે રજપુત (ઉ.૩૬) ની સામે મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે જેમાં જણાવ્યુ છે કે, મહિલા અને પુરુષ દ્વારા પોતાના હવાલાવાળા ફ્લેટમાં બહારથી છોકરીઓને બોલાવી ફ્લેટમાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સગવડો પુરી પાડવામાં આવી રહી હતી અને કુટણખાનું ચલાવી રોકડ ૩૯,૦૦૦ તથા ૩ મોબાઇલ ૧૩,૦૦૦ બે કોન્ડમ તથા કોન્ડમના ખાલી પાંચ પેકેટ આમ કુલ મળીને ૫૨,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને પોલીસે ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની ૧૯૫૬ ની કલમ ૩(૧), ૫(૧)(ડી), ૬(૧)(બી), ૪ મુજબ ગુનો નોંધીને બંન્ને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે 




Latest News