મોરબી સીરામીક સીટીના ફ્લેટમાં કુટણખાનું ચલાવતી મહિલા સહિત બેની ૫૨,૦૦૦ ના મુદામાલ સાથે ધરપકડ
વાંકાનેરનાં અમરધામ પાસે અગાઉના ઝઘડાનો ખાર રાખીને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી
SHARE
વાંકાનેરનાં અમરધામ પાસે અગાઉના ઝઘડાનો ખાર રાખીને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી
વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે અગાઉ થયેલા ઝઘડાના લીધે ગામ છોડીને જતી રહેલ મહિલા તેના પરિવાર સાથે ગામમાં રહેવામાં માટે આવતા અગાઉના ઝઘડાનો ખાર રાખીને બે શખ્સો દ્વારા તેને માટેલ રોડ ઉપર આમરધામ પાસે રોકીને ગાળો આપવામાં આવી હતી અને મહિલાને તેમજ તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં માટેલ શીતળાધાર વિસ્તારમાં રહેતા રૂપલબેન ભાવેશભાઇ મુંધવા જાતે ભરવાડ (ઉ.૩૨)એ હાલમાં જાલાભાઇ રામાભાઇ ડાભી જાતે ભરવાડ તથા રાઘવભાઇ ડાભી જાતે ભરવાડ રહે. બંને વીરપર તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ કરલે છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકામાં ઢુવા માટેલ રોડ ઉપર આવેલ અમરધામ પાસેથી તે પસાર થતાં હતા ત્યારે તેઓને અગાઉ આરોપીઓ સાથે અગાઉ ઝઘડો થયેલ હતો જેના કારણે ફરીયાદ તેમના પરીવાર સાથે બીજે રહેવા માટે જતા રહેલ હતા અને આ કામના ફરીયાદી માટેલ ખાતે તેમના બાળકો સાથે પરત રહેવા માટે આવેલ હોવાથી અગાઉનુ મનદુઃખ રાખી આરોપીઓએ ફરીયાદી મહિલાને માટેલ ગામે નહી રહેવા દબાણ કરીને ભુંડાબોલી ગાળો આપી હતી અને ફરિયાદીને તથા તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી માટે હાલમાં પોલીસે આઇ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે