મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી અને ટંકારામાં જુગારની રેડ, ૯ જુગારી ૧.૬૮ લાખના મુદામાલ સાથે ઝડપાયા


SHARE





મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલની અંદર એલસીબી ટીમે જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ જુગારી ૧.૦૭ લાખની રોકડ સતઘે ઝડપાયા હતા અને ટંકારા તાલુકા પોલીસે મેઘપર ઝાલા ગામના પાટિયા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ૬૧૦૦૦ની રોકડ સાથે ચાર જુગારી મળી આવ્યા હતા


મોરબી જિલ્લા એલસીબીના પીઆઈ વી.બી. જાડેજાની સૂચના મુજબ એલસીબી ટીમે બાતમીને આધારે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ અંદર જુગારની રેડ કરી હતી ત્યારે હોસ્પિટલ અંદર જાહેર જગ્યામાં જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેમાં ઉમેશ ટીડાભાઈ ગોલતર, અજય ઉર્ફે ડાડો મનસુખભાઈ વરાણીયા, ગોપાલ નાજાભાઈ ગોલતર, ધરમશી ઉર્ફે લાલો રાજુભાઈ ગણેશીયા અને સંજય ખોડાભાઈ ગોલતર રહે બધા ત્રાજપર વાળાની રોકડ રૂપિયા ,૦૭,૫૦૦ કબજે કરવામાં આવે છે આ કામગીરી પીએસઆઈ એન.બી. ડાભી, દિલીપભાઈ ચૌધરી, શક્તિસિંહ ઝાલા, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, રણવીરસિંહ જાડેજા, સતીષ કાંજીયા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી

આ ઉપરાંત ટંકારાના ધૂનડા તથા મેઘપર ઝાલા ગામના પાટિયા પાસે ભોળાપીરની દરગાહ નજીક જુગારની રેડ કરવાં આવી હતી ત્યારે રતીધાર જગ્યાની પાછળથી અજયસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, મહેશભાઈ કેવજીભાઈ વડાવિયા, હસમુખસિંહ સુખદેવસિંહ જાડેજા અને અશ્વિનસિંહ મહિપતસિંહ ઝાલા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા ૫૫૦૦૦ સહિત કુલ ૬૧૦૦૦ નો મુદામાલ કબજે કર્યો છે 




Latest News