મોરબીના તળાવીયા સનાળા ગામે વાડીની ઓરડી ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવતીનું મોત
SHARE







મોરબીના તળાવીયા સનાળા ગામે વાડીની ઓરડી ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવતીનું મોત
મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરિવારની દીકરી ઓરડી ઉપરથી નીચે પટકાતા તેને મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેના પિતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને બાદમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામની સીમમાં આવેલ કરસનભાઈ ભગવાનભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વિખલાભાઈ બામણીયાની દીકરી સંગીતાબેન (૩૦) કોઈ કારણોસર વાડીમાં આવેલ ઓરડી ઉપરથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવતીનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મૃતક યુવતીના પિતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે
મારા મારીની ઇજા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના આ બનાવમાં પાવન પાર્કમાં રહેતા રશ્મિનભાઈ અશોકભાઈ આડેસરા (૩૬) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે
બાળકી સારવારમાં
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ઇન્દિરાનગર પાસે આવેલ શીતળા માતા મંદિર નજીક રહેતા સનુરા બાબુભાઈની દીકરી જ્યોતિ (૪) ને ગામ પાસે આવેલ બસ સ્ટેશન નજીક બાઇક સ્લીપ થતાં અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે
