મોરબીના રવાપર રોડ ઉપર રહેતો પટેલ યુવાન ઘરેથી કંઈપણ કહ્યા વિના ગુમ, શોધખોળ ચાલુ
હળવદના સરા રોડે આવેલ સ્વામિનારાયણ નગરમાંથી યુવતી ગુમ
SHARE







હળવદના સરા રોડે આવેલ સ્વામિનારાયણ નગરમાંથી યુવતી ગુમ
હળવદના સરા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ નગરમાં રહેતા યુવાનની દીકરી ઘરે કોઈને કશું કર્યા વગર એક શખ્સની સાથે ચાલી ગયેલ છે જેથી કરીને ગુમ થયેલ દીકરીના પિતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુમ થયેલી યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં આવેલ સરા રોડ ઉપર સ્વામિનારાયણ નગરમાં રહેતા અને ખેતી કામ કરતા ઘનશ્યામભાઈ દયારામભાઈ ધારીયા પરમાર જાતે દલવાડી (૪૦)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી દ્રષ્ટિ ઘનશ્યામભાઈ ધારિયા પરમાર જાતે દલવાડી (૧૮) ગત તા. ૧૨/૪ ના રોજ પોતાના ઘરે કોઈને કશું કહ્યા વગર પરેશ ઉર્ફે કાનો ભીમાભાઇ પ્રજાપતિ રહે કરાચી કોલોની અન્ન ક્ષેત્રની પાસે હળવદ વાળાની સાથે ચાલી ગયેલ છે અને તેનો હજુ સુધી કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને ગુમ થયેલ યુવતીના પિતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપવામાં આવતા પોલીસે તેની નોંધ કરી ગુમ થયેલ યુવતીને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે રહેતા કમલેશ દિનેશભાઈ પલાસિયા (૧૬) નામનો તરુણ બાઈકમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામની સીમ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને કમલેશભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બધા અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે
ફિનાઇલ પી ગયો
મોરબીના પીપળી ગામ નજીક આવેલ વાઈટ સીટી સિરામિક કારખાનામાં રહેતા બંટીભાઈ કલેશિયાની બે વર્ષનો દીકરો વિનીત રમતા રમતા ફીનાઇલ પી જતા તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને પ્રાથમિક તપાસ જશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે
