મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

અમેરીકામાં મોરબીની સિરામિક પ્રોડક્ટ ઉપર એન્ટી ડમ્પીંગ ડયુટી લાગવાના એંધાણ: ઉદ્યોગકારોની ચિંતામાં વધારો


SHARE













અમેરીકામાં મોરબીની સિરામિક પ્રોડક્ટ ઉપર એન્ટી ડમ્પીંગ ડયુટી લાગવાના એંધાણ: ઉદ્યોગકારોની ચિંતામાં વધારો

મોરબીની સિરામિક પ્રોડક્ટ ઉપર અમેરીકામાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવવા માટેની પ્રોસેસ કરવામાં આવી છે જેથી કરીને આગામી દિવસોમાં અમેરિકના દેશોમાં હાલમાં મોરબીની સિયમિક પ્રોડક્ટનું ખૂબ જ સારું માર્કેટ છે તેને પણ મોટા પ્રમાણમા અસર થશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી અને હાલમાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગવાની છે તેની અસર અત્યારે અમેરિકામાં યોજાયેલ એક્ઝિબિશનમાં પણ જોવા મળી રહી છે અને જો એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાશે તો આગમી દિવસોમાં એમરિકા વાળા માટે મોરબીની ટાઇલ્સ મોંઘી બનશે

મોરબીની આસપાસમાં સિરામિકના ૮૦૦ જેટલા નાનામોટા કારખાના આવેલા છે જેમાં લાખો લોકોને રોજગારી મળે છે અને આ કારખાનાની અંદર બનતી સિરામિક પ્રોડક્ટને દેશમાં અને વિદેશમાં જુદા જુદા વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે જેથી કરીને સરકારને પણ કરોડો રૂપિયાનો ટેક્સ સિરામિક ઉદ્યોગકારો દ્વારા આપવામાં આવે છે તેવામાં એક પછી એક દેશમાં મોરબીની સિરામિક પ્રોડક્ટ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવી રહી છે અત્યાર સુધીની જો વાત કરીએ તો મોરબીની સિરામિક પ્રોડક્ટ ઉપર આજની તરીકે યુરોપના કન્ટ્રી તેમજ તાઇવાનસાઉદી અને બહેરિનમાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાડવામાં આવેલ છે અને અત્યાર સુધી અમેરિકના દેશોમાં જે માલની સપલાઈ કરવામાં આવતી હતી તેના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવતી ન હતી જો કેહવે તેના ઉપર પણ આગામી દિવસોમાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવે તેવી શ્ક્યતા છે

વધુમાં મોરબી સિરામિક ઉદ્યોગના આગેવાન પાસેથી મળી રહેલી માહિતી મુજબ અગાઉ જીસીસીના છ દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવી હતી જો કે, ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ દરમ્યાનગીરીથી જીસીસીના છ પૈકીનાં બે જ દેશમાં આજની તારીખે સિરામિકની સિરામિક પ્રોડક્ટ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવેલ છે અને ચાર દેશમાં મુક્તિ મળી ગયેલ છે પરંતુ એક પછી એક દેશમાં જે રીતે મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી નાખવામાં આવી રહી છે અને હાલમાં ઉદ્યોગ મંદી અને મોંઘવારી સહિતનો માર સહન કરીને માંડ માંડ ટકી રહ્યો છે ત્યારે હવે જો અમેરિકના દેશોમાં પણ મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી નાખવામાં આવશે તો આ વિશ્વ કક્ષાના ઉદ્યોગની કમર તૂટી જશે તેવી પૂરેપુરી શક્યતા છે અને હાલમાં અમેરિકના દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદવા માટેની પ્રોસેસ કરી નાખવામાં આવી છે જો કેહાલમાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી મોરબીની સિરામિક પ્રોડક્ટ ઉપર લગતી નથી પરંતુ ભવિષ્યમાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગશે તો મોરબીના ઉદ્યોગનું શું થશે તેની ચિંતા ઉદ્યોગકારોને સતાવી રહી છે

મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, હાલમાં મોરબી સીરામીક ટાઈલ્સ માટે દુનિયામાં સૌથી મોટું માર્કેટ અમેરીકામાં છે અને વર્ષ ૨૦૨૩-૨૪ મા મોરબીથી ૧૫૦૦ કરોડનુ એક્સપોર્ટ ફક્ત અમેરીકામા કરવામાં આવ્યું છે જો કે, છેલ્લા ૪ થી ૫ દિવસમાં અમેરીકા દ્વારા ભારતથી એક્સપોર્ટ થતી ટાઈલ્સ ઉપર એન્ટી ડમ્પીંગ ડયુટી લગાવવા માટેની પીટીશન ફાઈલ કરેલ છે અને તેના માટેની પ્રોસેસ પણ થઈ ગયેલ છે જેથી આગામી દિવસોમાં મોરબીની સિરામિક ટાઇલ્સ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગે તેવી પૂરેપુરી શક્યતા છે જેની માઠી અસર હાલમાં અમેરિકના એટલાન્ટા શહેર ખાતે યોજાયેલ એક્ઝિબિશનમા પણ જોવા મળી રહેલ છે અને વધુમાં ઉદ્યોગકારો પાસેથી મળી રહેલા માહિતી મુજબ હાલમાં અમેરીકામાં જે એક્ઝિબિશન યોજાયું છે તેવા વેપારીઓ સહિતના લોકો આવે છે પરંતુ કોઈ ઓર્ડર આપતા નથી અને જે વેપારીઓ સહિતના ગ્રાહકો દ્વારા અમેરિકમાંથી અગાઉ ઓર્ડર આપવામાં આવેલ છે તેને પણ સ્થગિત કરાવવામાં આવ્યા છે જેથી કરીને મોરબી સીરામીક ઉદ્યોગને આગામી સમયમાં મોટો ઝટકો અમેરિકામાંથી લાગે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી જો કે, ભવિષ્યના મોટા પ્રશ્નને લઈને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડીયા એટલાન્ટાની કોન્ફરન્સમા મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ એન્ટી ડપીંગ ડ્યુટી બાબતે વાત રજુ કરી હતી

દુનિયામાં મોરબીની સિરામિક ટાઇલ્સનો સૌથી મોટો ગ્રાહક હાલમાં અમેરિકા

મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળેલ માહિતી મુજબ મોરબીના ઉદ્યોગકારો દ્વારા દુનિયાભરમાં ટાઇલ્સ મોકલાવવામાં આવે છે જો કે, તેમાં અત્યાર સુધી સૌથી વધુ માલની સપ્લાઈ સાઉદીમાં કરવામાં આવી હતી પરંતુ ત્યાં એન્ટી ડપીંગ ડ્યુટી લગાવવામાં આવતા છેલ્લા ઘણા સમયથી સાઉદીમાં મોરબીની સિરામિક પ્રોડક્ટની માંગ ઘટી ગયેલ છે અને ત્યાર બાદ મોરબીથી અમેરીકામાં માલની માંગ વધતાં આજની તારીખે દુનિયામાં સૌથી વધુ સિરામિક ટાઇલ્સ અમેરીકામાં મોકલાવવામાં આવે છે જો કે, ત્યાં પણ આગામી દિવસોમાં એન્ટી ડપીંગ ડ્યુટી લગાડવામાં આવશે તો મોરબીનું શું થશે તે સૌથી મોટો સવાલ છે








Latest News