વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ ગામે યુવાનને લાફા ઝીકિને છરી મારનારા બે શખ્સોની ધરપકડ


SHARE









મોરબીના ભડીયાદ ગામે યુવાનને લાફા ઝીકિને છરી મારનારા બે શખ્સોની ધરપકડ

મોરબીના ભડીયાદ ગામે રામપિરના ઢોરે પાણીના ટાંકા પાસેથી જતાં યુવાનની સાથે ભટકાયેલા શખ્સને “કેમ દેખાતુ નથી” તેવું યુવાને કહેત ઉશ્કેરાયેલા શખ્સે ઝપાટો મારી હતી અને બીજા શખ્સે ત્યાં આવીને છરીનો પેટના ભાગે ઘા ઝીકિ દીધો હતો જેથી યુવાનને બે શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં બીજા આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલ ઓપેરા કારખાનાની ઓરડીમાં ભડીયાદ ગામમાં આવેલ રામાપીરના ઢોરા સામે રહેતા મુળ ઓરિસ્સાના નાઉસાહી ગામના રાજુભાઈ સાયબભાઈ ખાન જાતે મુસ્લીમ (ઉ.૪૧) એ અગાઉ જયુભા તથા લાલાભાઇ રહે. બન્ને ભડીયાદ રામાપીરના ઢોરા વાળાની સામે છરી વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ભડીયાદ ગામે રામપિરના ઢોરે પાણીના ટાંકા પાસેથી તે જતો હતો ત્યારે આરોપી જયુભા તેની સાથે ભટકાયા હતા જેથી તેને “કેમ દેખાતુ નથી” તેમ કહ્યું હતું જેથી આરોપી જયુભાએ યુવાનને ગાળો આપી બે થી ત્રણ ઝાપટ મારેલ હતી અને ત્યારે આરોપી લાલાભાએ આવી પોતાના નેફામાંથી છરી કાઢી તેને પેટના ભાગે ડાબીબાજુ છરીનો ઘા મારી દીધો હતો જેથી રાજુભાઇએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ દેવીસિંહ ઉર્ફે લાલભા પંચાણજી ઝાલા (૩૬) નામના શખ્સની ધરપકડ કરી હતી અને હાલમાં આરોપી જયેન્દ્ર્સિંહ ઉર્ફે જયુભા લાલભા પંચાણજી ઝાલા (૩૦) રહે, ભડીયાદ રામપિરના ઢોરા વાળાની ધરપકડ કરેલ છે 




Latest News