મોરબી જિલ્લાના 47 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ફસાયા
હવે નેચરલ ગેસનો ભાવ વધારો મોરબીના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: કરોડોની નુકશાનીની દહેશત
SHARE









હવે નેચરલ ગેસનો ભાવ વધારો મોરબીના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: કરોડોની નુકશાનીની દહેશત
મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા વિશ્વ કક્ષાના સિરામિક ઉધોગમાં સીરામીક પ્રોડક્ટના ઉત્પાદન માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે જો કે, ૩૬ દિવસમાં ગેસના ભાવમાં તોતિંગ ભાવ વધારો કરવામાં આવેલ છે જે હજુ સિરામિક ઉદ્યોગકારો સહન કરી શક્યા નથી તેવામાં આગામી પહેલી નવેમ્બરથી ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે ત્યારે દેશના જુદા જુદા રાજ્યોમાં તેમજ વર્લ્ડમાં સિરામિક પ્રોડક્ટને સપ્લાઈ કરતાં મોરબીના ઉદ્યોગકારોની મુશ્કેલી અનેકગણી વધી જાય તેવી શક્યતા છે કેમ કે, અગાઉ જે ભાવ વધરો કરાયો છે તેના લીધે એક્સપોર્ટના પેન્ડીંગ ઓર્ડરમાં કરોડોની નુકસાની અને ડોમેસ્ટીકના પેન્ડીંગ ઓર્ડરમાં પણ મોટી નુક્સાની ઉદ્યોગકારોને થયેલ છે અને તે ભાવ વધારો હજુ માર્કેટમાં સિરામિક પ્રોડક્ટ ઉપર એકસેપ્ટ કરવામાં આવેલ નથી ત્યારે નવો ભાવ વધારો સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે તે નિશ્ચિત છે આવા સમયે સરકાર દ્વારા વિશ્વ કક્ષાના આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે યોગી કરવામાં આવે તેવી અહીના ઉદ્યોગકારોની માગણી અને લાગણી છે
મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબી સીરામીક ઉદ્યોગમાં વપરાતા પીએનજી ગેસનો વપરાશ આશરે દૈનિક ૭૦ લાખ ક્યુબીક મીટરનો છે જે ગુજરાત ગેસ કંપની દ્વારા સપ્લાય કરવામા આવે છે તેમા ગેસ કંપની દ્વારા ૨૪ ઓગસ્ટે ૪.૫૦ રૂપીયાનો ભાવ વઘારો કરતા સીરામીક ઉઘોગકારો ટાઈલ્સના ભાવ વઘારેલ હતા ત્યારબાદ ગેસના આંતરરાષ્ટૃીય ભાવો વઘતા ફરીથી ગેસ કંપની દ્વારા તા ૧/૧૦ ના રોજ અગાઉથી જાણ કર્યા વગર જ ૧૦.૧૫ રૂપીયાનો તોતીંગ ભાવ વઘારો કરતા સીરામીક ઉઘોગકારોને એક્સપોર્ટના પેન્ડીંગ ઓર્ડરમાં કરોડોની નુકસાની આવેલ અને ડોમેસ્ટીકના પેન્ડીંગ ઓર્ડરમાં પણ મોટી નુક્સાની આવેલ છે તે ઉપરાંત સીરામીક ઉઘોગકારોને ટાઈલ્સમા ૨૦% જેટલો ભાવ વઘારો કરેલ છે જે હજુ માર્કેટ ઠંડુ હોવાથી સ્ટેબલ કરવો ખૂબ જ કઠીન છે
છેલ્લા ૩૬ દિવસના ગાળામા બે વખત ગેસના ભાવ વઘતા ટાઈલ્સ માર્કેટને ભાવ વધારાનો મોટો ઝટકો વાગ્યો છે આવી વિકટ પરિસ્થતીમાથી સીરામીક ઉદ્યોગ બહાર આવ્યો નથી ત્યાં ફરીથી ઈન્ટરનેશનલ માર્કેટના આઘારે ગેસ કંપની દ્વારા તા ૧/૧૧/૨૧ થી તોતીંગ ભાવ વઘારો કરવામા આવી રહ્યો છે એવા સમાચાર આવતા સીરામીક ઉઘોગકારો ભારે મુંજવણમા મુકાયા છે કારણકે ડોમેસ્ટીક માર્કેટમાં ટાઈલ્સનો ભાવ વઘારો કરવો ખૂબ જ મુશ્કેલ થશે તેમજ વૈશ્વિક બજારોની હરિફાઈમા ૧૬૦ દેશોમા નિકાસ કરવીએ કોઈ સામાન્ય બાબત નથી આંતરરાષ્ટૃીય માર્કેટમા પણ બીજી ઘણી બઘી મુશ્કેલીઓ છે જ જેમ કે કંન્ટેનરના ઉંચા ભાડા, જીસીસીના દેશોમાએન્ટી ડંપીંગ ડ્યુટી હોવાથી ૩૦% નિકાસમા ઘટાડો આવેલ છે
તેમજ ગેસના ભાવો વઘતા પ્રોડકશન કોસ્ટમા વઘારો થતા હજુ નિકાસમા ઘટાડો થવાની પુરે પુરી શક્યતાઓ છે તેમજ ચાઈના સામે વૈશ્વિક બજારમા મોરબી સીરામીક ઉઘોગ ટકી શકશે નહી અને ઓર્ડર કેન્સલ થશે તેની અસરથી સીરામીક પ્લાન્ટો બંઘ કરવાની નોબત આવશે એમા કોઈ શંકાને કોઈ સ્થાન નથી સાથે સાથે આ ઉદ્યોગમાં કામ કરતા લાખો લોકોની રોજીરોટીનો પણ મોટો સવાલ ઉભો થશે ત્યારે ગુજરાત સરકારે આ ઉઘોગને બચાવવા અને લાખો લોકોની રોજગારીનુ વિચારી અસરકારક પગલા લેવા જોઈએ. ગુજરાત ગેસ કંપનીએ ૧૫ દિવસ અગાઉ ભાવ વઘારવાની દરેક કસ્ટમરને જાણ કરવી જોઈએ આ બાબતની મોરબી સીરામીક એસોસીએસને ગેસ કંપનીને વારંવાર રજુઆત કરેલ છે જે ઘ્યાને લેવામાં આવતી ન હોય સિરામીક જગતમાં આ બાબતે પણ રોષની લાગણી ફેલાયેલ છે
