મોરબીના ચરાડવા ગામ પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત, સાપ કરડી ગયા બાદ સારવારમાં રહેલ બાળકનું મોત મોરબીમાંથી ટ્રાન્સપોર્ટર ગુમા થવાના ગુનામાં પકડાયેલા આરોપીના ચાર દિવસના રિમાન્ડ મોરબીની માધાપરવાડી શાળાના 800 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ અર્પણ કરીને જન્મ દિન ઉજવાયો મોરબી જિલ્લાના વિકાસ કામો અને ચાંદીપુરા વાઈરસ સંદર્ભે સમીક્ષા કરતાં પ્રભારી સચિવ મનિષા ચંદ્રા મોરબી વન વિભાગની ચેર રેંજ દ્વારા મોટી બરારની શાળામાં વિશ્વ મેંગ્રુવ  દિન ઉજવાયો મોરબીના એસપી રોડે બહુમાળીમાં ઘરના સભ્યોને જમવાનું આપવા ગયેલ બાળક પાંચમા માળેથી નીચે પડતાં મોત વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં પત્ની સાથે વતનમાં જવા બાબતે મનદુખ થતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું મોરબીના મહેન્દ્રનગર પાસે બહુમાળીમાં કામ સમયે માથે ઈંટ પડતાં ઇજા પામેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સની ૫૩,૧૦૦ ના મુદામાલ સાથે ધરપકડ, એકની શોધખોળ


SHARE







વાંકાનેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સની ૫૩,૧૦૦ ના મુદામાલ સાથે ધરપકડ, એકની શોધખોળ

વાંકાનેરમાં અમરસર ફાટક પાસે ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુમાં જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઓનલાઇન સોદાઓ કરીને રનફેરનો જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા જે કરીને પોલીસે તેની પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ ૫૩,૧૦૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરના અમરસર ફાટક પાસે આવેલ ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુમાં જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ ટીમ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ ઓનલાઇન જોઈને હાર જીતના રનફેરના સોદા કરીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી અંકિતભાઈ શાંતિલાલ નંદાસિયા જાતે કુંભાર (૩૧) રહે. અરુણોદય સોસાયટી વાંકાનેર તેમજ ઉમંગભાઈ રામુભાઈ ધરોડિયા જાતે કુંભાર (૨૩) રહે. મિલ પ્લોટ ચોક પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સોએ ચિરાગભાઈ ઉર્ફે ચીરકુટ વામજા રહે. થાનગઢ જોગઆશ્રમ પાસે થાનગઢ વાળા પાસેથી રાધે એક્સચેન્જ નામની એપ્લિકેશનમાં અલગ અલગ આઈડી પાસવર્ડ મેળવી આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ ત્રણેય શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે અને હાલમાં અંકિતભાઈ અને ઉમંગભાઈની ધરપકડ કરવામાં આવેલ છે અને અંકિતભાઈ પાસેથી ૨૫,૦૦૦ ની કિંમતના બે મોબાઈલ તથા ૨૧૦૦ રૂપિયા રોકડા અને ઉમંગભાઈ પાસેથી ૨૦,૦૦૦૦ ની કિંમતનો એક મોબાઇલ અને ૬,૦૦૦ રોકડા આમ કુલ મળીને ૫૩૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી ચિરાગભાઈ ઉર્ફે ચીરકુટને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

આધેડ સારવારમાં
મોરબીમાં રહેતા રાજેશભાઈ શામજીભાઈ રાઠવા (૪૯) નામના આધેડને સરદારબાગ પાસે કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેને ઈજા થઇ હોવાથી ઇજા પામેલ આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલ શ્રદ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા મીનાબેન હિરેનભાઈ નાગર નામના મહિલા એકટીવા લઈને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના એકટીવાને પાછળથી રીક્ષા ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં મીનાબેન સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી




Latest News