વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરા હાઇવે ઉપર કારનો દરવાજો ખોલીને મોબાઈલ ફોનની ચોરી


SHARE













વાંકાનેરના જીનપરા હાઇવે ઉપર કારનો દરવાજો ખોલીને મોબાઈલ ફોનની ચોરી

વાંકાનેરના જીનપરા હાઇવે ઉપર આવેલ રાજવીર મોબાઇલ પાસે યુવાને પોતાની ગાડી ઉભી રાખી હતી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ગાડીનો દરવાજો ખોલીને તેમાંથી સીલપેક મોબાઈલ ફોનની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં પ્રતાપ ચોક બ્રાહ્મણ શેરી ખાતે રહેતા ઉત્કર્ષભાઈ આશિષભાઈ ત્રિવેદી જાતે બ્રાહ્મણ (૨૯)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રાજવીર મોબાઇલ પાસે તેણે પોતાની મારુતિ સુઝુકી એસક્રોસ ગાડી ઊભી રાખી હતી અને તેમાં TECNO POP8 મોબાઇલ જેની કિંમત ૭૦૦૦ રૂપિયા છે તે મોબાઈલ મુક્યો હતો અને આ સીલપેક મોબાઈલ કારનો દરવાજો ખોલીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

આધેડ સારવારમાં
મોરબીમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા પ્રાણજીવનભાઈ મગનભાઈ વડગામા (૫૪) નામના આધેડ બાઈક લઈને મોરબીના વાવડી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે સમજુબા સ્કૂલ નજીક બાઇક ઉપરથી તેઓ પડી જતા તેમને ઇજા થયેલ હતી જેથી કરીને ઇજા પામેલા પ્રાણજીવનભાઈને સારવાર માટે હોસ્પિટલને લઈને આવ્યા હતા અને ખાનગી હોસ્પિટલે તેને સારવાર આપ્યા બાદ આ  બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાળકી સારવારમાં
મોરબીમાં આવેલ શક્તિનગર સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ ગજીયાની ચાર વર્ષની દીકરી નેત્રાને ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી તે પગપાળા જઈ રહી હતી ત્યારે એકટીવા વાળાએ હડફેટ લેતા ઇજા થઈ હતી જેથી કરીને બાળકીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે




Latest News