વાંકાનેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સની ૫૩,૧૦૦ ના મુદામાલ સાથે ધરપકડ, એકની શોધખોળ
મોરબીના જોધપર નદી ગામે યુવાને પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભર્યું-મોત
SHARE









મોરબીના જોધપર નદી ગામે યુવાને પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભર્યું : મોત
મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના ભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા માધવજીભાઈ વનજીભાઈ દંતેસરિયા (૩૬) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોતનીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને તેના ભાઈ મહેશભાઈ વનજીભાઈ દંતેશરિયા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે
વૃદ્ધ સારવારમાં
મોરબી તાલુકાના ખેવારીયા ગામે રહેતા વલ્લભદાસ ગોકળદાસ (૮૦) નામના વૃદ્ધને મોરબી સિવિલ હોસ્પિટલ પાસેથી ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવ અંગેની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બાળક સારવારમાં
મોરબી નજીકના સનાળા ગામે રહેતા મહેશભાઈ ઠાકરનો પાંચ વર્ષનો દીકરો ધાર્મિક બાયપાસ રોડ નજીક બાઇકમાં પાછળ બેસીને જઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી નીચે પટકાતા તેને ઈજા થયેલ હતી જેથી કરીને બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી
