મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના મેરુપર ગામની સીમમાં કેનાલ કાંઠેથી ત્રણ ઇલેક્ટ્રીક મોટરની ચોરી


SHARE





હળવદ તાલુકાના મેરુપર ગામની સીમમાં કેનાલ કાંઠેથી ત્રણ ઇલેક્ટ્રીક મોટરની ચોરી

હળપતિ તાલુકામાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી પાણી ખેંચવા માટે તેને ખેડૂતો દ્વારા ત્યાં કેનાલના કાંઠે ઇલેક્ટ્રીક મોટરો તથા ડીઝલ મશીન મુકવામાં આવતા હોય છે તેવી જ રીતે હળવદ તાલુકાના મેરુપર ગામની સીમમાં જુદા જુદા ખેડૂતો દ્વારા ઈલેક્ટ્રીક મોટર મૂકવામાં આવી હતી જે ઇલેક્ટ્રીક મોટરોમાંથી ત્રણ ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરવામાં આવેલ છે જે બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના મેરુપર ગામે રહેતા મહિપતસિંહ દિલીપભાઈ ખેર જાતે રાજપૂત (૩૬) એ અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે હળવદ તાલુકાના મેરુપર ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી પાણી ખેંચવા માટે થઈને ફરિયાદી તથા અન્ય ખેડૂતોએ ત્યાં ઈલેક્ટ્રીક મોટરો કેનાલ ઉપર મૂકી હતી જે પૈકીની ત્રણ ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની હાલમાં ભોગ બનેલા ખેડૂતો દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.




Latest News