મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી ૨૪ કલાકમાં ૧૭૫ એમસીએફટી પાણી નદીમાં વહી ગયુ !
માળીયા મીયાણાના નવા અંજીયાસર ગામે પ્રેમ લગ્નની બાબતનો ખાર રાખીને બે વ્યક્તિ ઉપર છરીઅને પાઇપ વડે ચાર શખ્સો નો હુમલો
SHARE
માળીયા મીયાણાના નવા અંજીયાસર ગામે પ્રેમ લગ્નની બાબતનો ખાર રાખીને બે વ્યક્તિ ઉપર છરીઅને પાઇપ વડે ચાર શખ્સો નો હુમલો
માળીયા મીયાણા તાલુકાના નવા અંજીયારસર ગામે રહેતા શખ્સે પ્રેમ લગ્ન કરેલા હોય જેથી કરીને પરિવારજનો સાથે આરોપીને અણબનાવ હોય તે બાબતનો ખાર રાખીને યુવાન અને તેની સાથે રહેલા ત્રણ વ્યક્તિઓને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ બે શખ્સો દ્વારા હુમલો કરીને એક વ્યક્તિને જીવલેણ ઇજાઓ કરવામાં આવી છે તેમજ એક વ્યક્તિને પાઈપ વડે માર મારવામાં આવ્યો હોવાથી ઇજા પામેલા વ્યક્તિઓને સારવારમાં લાવેલ છે અને હાલમાં આ બનાવ સંદર્ભે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણાના ભોડીવાંઢ વિસ્તારમાં રહેતા શેરમામદભાઈ રાણાભાઇ નોતીયાર જાતે મીયાણા (૩૧) એ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રસુલભાઈ વલીમામદભાઈ ઉર્ફે બચુભાઈ માણેક, હાસમભાઈ વલીમામદભાઈ માણેક, અવેસ વલીમહમદભાઈ માણેક અને સદીક રસુલભાઈ માણેક રહે બધા નવા અંજીયાસર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું હતું કે રસુલ માણેકે ફરિયાદીના બાપુજીની ફઈ ની દીકરી ને ભગાડી જઈને તેની સાથે પ્રેમ લગ્ન કરેલ છે ત્યારથી ફરિયાદી અને સાહેદોને આરોપી સાથે અણબનાવ હોય તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી તથા ગફુરભાઈ અને અનવરભાઈ ની સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે રસુલ માણેક અને હાસમ માણેકે છરી વડે ગફુરભાઈ આમદભાઈ પારેડી ઉપર હુમલો કરીને તેને પેટના ભાગીને પીઠના ભાગે જીવલેણ ઇજાઓ કરી હતી તેમજ અવે અને સદિકભાઈએ પાઇપ વડે અનવર ભાઈને માથામાં અને શરીરે ઇજાઓ કરી હોવાના કારણે ઇજા પામેલ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં શેરમામમદભાઈએ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.