મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીના ફડસર ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બીયરની નાની-મોટી ૯૮૧ બોટલ મળી, ભરત બોરીચા સહિત બે ની શોધખોળ ચાલુ


SHARE







મોરબીના ફડસર ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બીયરની નાની-મોટી ૯૮૧ બોટલ મળી, ભરત બોરીચા સહિત બે ની શોધખોળ ચાલુ

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીની આધારે પોલીસ સ્ટાફે મોરબી તાલુકાના ફડસર ગામે રેડ કરી હતી.ત્યારે આરોપીના રહેણાંક મકાન પાછળ આવેલ તેના જ કબજા ભોગવટા વાળા મકાનમાંથી દારૂ-બીયરની નાની-મોટી જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને ૯૮૧ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી રૂપિયા ૧,૩૫,૩૫૫ ની કિંમતનો દારૂ તથા બિયરના ૯૬ ટીન મળી આવતા રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો બિયરનો જથ્થો આમ કુલ મળીને રૂા.૧,૪૪,૯૫૫ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવ્યો હતો અને બે સામે ફરિયાદ નોંધાતા હાલ પોલીસે આગળની તજવીજ શરૂ કરેલ છે.

વધુમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી એલસીબીનો સ્ટાફન પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાનમાં સ્ટાફના એએસઆઈ જીજ્ઞાશાબેન કણસાગરા, ચંદ્રકાંતભાઇ વામજા, શકિતસિંહ ઝાલા તથા સંજયભાઇ રાઠોડને સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, ફડસર ગામે રહેતા ભરતભાઇ બચુભાઇ કુંભારવાડીયા તથા તેનો દીકરો કરણ ભરતભાઇ કુંભારવાડીયા તેઓના રહેણાંક મકાનની પાછળ આવેલ કબજા ભોગવટાવાળા મકાનમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂ તેમજ બીયરનો જથ્થો છુપાવીને રાખે છે તેમજ વેચાણ કરે છે.આ ચોક્કસ બાતમીના આધારે એલસીબીના સ્ટાફે ઉપરી અધીકારીઓને વાકેફ કરીને મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા ભરતભાઈ બચુભાઈ કુંભારવાડીયા જાતે બોરીચાના રહેણાંક મકાનની પાછળના ભાગે આવેલ તેના કબજા વાળા મકાનમાં રીત્રીના નવેક વાગ્યે રેડ કરી હતી.ત્યારે ત્યાં તે મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડની નાની-મોટી કુલ મળીને ૮૮૫ બોટલ દારૂનો જથ્થો કિંમત રૂપિયા ૧,૩૫,૩૫૫ મળી આવ્યો હતો.તથા સાથે બિયરના ૯૬ ટીન મળી આવતા રૂા.૯૬૦૦ ની કિંમતનો બિયરનો જથ્થો મળી આવ્યો હતો.આમ કુલ મળીને રૂા.૧,૪૪,૯૫૫ ની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો સ્થળ ઉપરથી કબ્જે લેવામાં આવ્યો હતો અને હાલમાં મોરબી એલસીબીના સ્ટાફ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઇ બચુભાઈ કુંભારવાડીયા જાતે બોરીચા અને કરણ ભરતભાઈ કુંભારવાડીયા જાતે બોરીચા રહે.બંને ફડસર વાળાઓ સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અત્રે નોંધનીય છે કે મોરબીમાં પીપળીયા ચોકડી નજીકથી ગેરકાયદેસર ડીઝલ બાબતે એસએમસીની રેડ થઈ હતી અને ત્યારબાદ મોરબીના લાલપર પાસેથી દારૂનું ગોડાઉન પકડાયુ હતુ તેની હજી તપાસ ચાલુ છે.તે દરમ્યાનમાં મોરબીના ફડસર ગામેથી દારૂનો મોટા પાયે જથ્થો પકડાવા પામેલ હોય આ રેડને લઈને પોલીસ બેડામાં ચકચાર જાગી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા અજીતભા મેઘુભા ગઢવી નામના ૩૫ વર્ષના યુવાનને મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં કોઈ વાતે બોલાચાલી થયા બાદ મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો હાલ હોસ્પિટલ ખાતેથી યાદી આવતાં એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

બાળક સારવારમાં

મોરબીના લાતી પ્લોટની પાછળ આવેલ મુન નગર શેરી નંબર-૨ માં વાડી વિસ્તારમાં રહેતો પ્રિન્સ દિવ્યેશભાઈ હડિયલ નામનો આઠ વર્ષનો બાળક ઇજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે મુનનગરમાં આવેલ ઢીલાની વાડી પાસે તે બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો.ત્યારે રસ્તામાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયુ હતુ.જે બનાવમાં પ્રિન્સ હડિયલ નામના આઠ વર્ષીય બાળકને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો આ બાબતે યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ નોંધ કરી તપાસ કરી હતી.






Latest News