હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં તનિષ્કના શોરૂમમાંથી ૧.૫૬ કરોડની ઉચાપતના ગુનામાં બે પૈકીનાં એક ઓડિટરની ધરપકડ-રીમાંડ ઉપર


SHARE







મોરબીમાં તનિષ્કના શોરૂમમાંથી ૧.૫૬ કરોડની ઉચાપતના ગુનામાં બે પૈકીનાં એક ઓડિટરની ધરપકડ-ત્રણ દિવસના રીમાંડ

મોરબીમાં તનિષ્ક બ્રાન્ડની ફ્રેન્ચાઇઝીનો શો રૂમ આવેલ છે તેમાંથી ૧;૫૬ કરોડની ઊંચાપત કરવામાં આવેલ છે જેની ફરિયાદ આધારે પોલીસે અગાઉ ત્યાંના મેનેજર, બૂટિક સેલ્સ ઓફિસર  અને એક રિટેલ સેલ્સ ઓફિસર તેમજ એક કારીગરની ધરપકડ કરેલ છે અને તે આરોપીઓ હાલમાં રિમાન્ડ ઉપર છે તેવામાં પોલીસે આ ગુનામાં શોરૂમમાં અગાઉ ઓડિટ કરવા માટે આવેલ બે પૈકીનાં એક ઓડિટરની ધરપકડ કરેલ છે અને તેને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે તા.૨૦ સુધી રિમાન્ડ ઉપર લેવા હુકમ કરેલ છે.

મોરબીમાં રહેતા વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયાએ તેના શોરૂમના મેનેજર હરીભાઇ જયંતીલાલ ભટી તેમજ ધવલ અલ્પેશભાઇ પટની, આશીષ ગુણવંતભાઇ, ઇરફાન સાદીકભાઇ વડગામા અને ભાવનાબેન પ્રેમજીભાઇ સોલંકી સામે ઉચાપત અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેનો તનિષ્ક બ્રાન્ડની ફ્રેન્ચાઇઝીનો શો-રૂમ મોરબીમાં રામચોક પાસે આવેલ છે જેમાં આરોપી નોકરી કરતાં હતા અને આ શો-રૂમમાં મેનેજરની એક જગ્યા ખાલી હતી તેને ભરવામાં આવી ત્યારે સ્ટોક ટેલિ કરતાં સમતે કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મેનેજર હરીલાલ સહિતના આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેઓએ ઘણો બધો સ્ટોક કંપની અને માલીકની જાણ બહાર સ્ટોરની બહાર લઈ ગયેલ છે. તેવુ સ્વીકારેલ હતું અને ત્યાંથી દાગીના લઈ જઈને આરોપીઓએ તે દાગીનાને મુથુટ ફાઈનાન્સ, આઇ.આઇ.એફ.એલ ફાઈનાન્સ તથા ફેડ બેન્કમા મૂક્યા હતા અને તેના આધારે લોન લીધી હતી.

આ આરોપીએ કુલ મળીને ૧૦૪ દાગીનાની ગોલમાલ કરી હતી જેમથી ૩૧ ઘરેણા પાછા મળી ગયેલ છે જો કે, ૭૩ નંગ ઘરેણા તથા ગ્રાહક દિપકભાઈ પરમારે ખરીદ કરેલ સોનાના ઘરેણા આરોપીઓએ પરત મંગાવી દિપકભાઈને દાગીના પરત નહી આપી ખોટી રીસીપ બનાવી આપેલ હતી અને આ તમામ ઘરેણાની કુલ કિંમત ૧,૫૬,૧૪૦૦૦ થાય છે તેની ઉચાપત કરેલ છે જેથી આ ગુનામાં તપાસનીસ અધિકારી દ્વારા આ ગુનામાં આરોપી મેનેજર હરીભાઇ જયંતીલાલ ભટી તેમજ ધવલ અલ્પેશભાઇ પટની, આશીષ ગુણવંતભાઇ અને ઇરફાન સાદીકભાઇ વડગામાની ધરપકડ કરી હતી અને અને આ ચારેય આરોપીઓ હાલમાં આગામી તા ૨૦ સુધી રિમાન્ડ ઉપર છે જો કે, છેલ્લે થર્ડ પાર્ટી ઓડીટમા સ્ટોકમેળ અને ગણતરી મળી ગયેલ હતી તેવો રીપોર્ટ રીંકુ ભાટીયા અને હિરલ કનોજીયાએ ઓડિટમાં આપેલ છે.જેથી તે બંને પણ શંકાના દાયરામાં હતા તેવામાં હાલમાં તપાસનીસ અધિકારી દ્વારા આરોપી હિરલભાઈ બિરબલભાઇ કનોજીયા જાતે ધોબી (૩૦) રહે. ૪૧૪/૨૨ સાંથલિયા રોડ દાદરાનગર હવેલી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા કોર્ટમાં રજુ કરાતા કોર્ટે તેને પણ તા.૨૦ (ત્રણ દિવસ) સુધી રીમાંડ ઉપર લેવા હુકમ કરેલ હોય આગળના તાણાવાણા જોડવા પોલીસે વધુ તજવીજ શરૂ કરી છે.






Latest News