મોરબીમાં તનિષ્કના શોરૂમમાંથી ૧.૫૬ કરોડની ઉચાપતના ગુનામાં બે પૈકીનાં એક ઓડિટરની ધરપકડ-રીમાંડ ઉપર
મોરબી : શ્રમીક અને મઘ્યમવર્ગના લોકોને મકાન લોન અને વાહન લોનમાં ફાયનાન્સ તરફથી થતી હેરાનગતી કોણ અટકાવશે..?
SHARE
મોરબી : શ્રમીક અને મઘ્યમવર્ગના લોકોને મકાન લોન અને વાહન લોનમાં ફાયનાન્સ તરફથી થતી હેરાનગતી કોણ અટકાવશે..?
મોરબી ઔધોગીક નગરી છે અહીં શ્રમીક અને મઘ્યમવર્ગના લોકો મહેનત કરીને તેનું જીવન નિર્વાહ કરીને ગુજરાન ચલાવે છે શ્રમીકો પોતાની આજીવીકા માટે રીક્ષા જેતે ફાયનાન્સ શું. માંથી લોન ઉપર ખરીદી કરે છે લોન આપતી વખતે ફાયનાન્સ કું. ગ્રાહકને આંબા આંબલી બતાવે છે અને તમામ કાગળો અંગ્રેજીમાં હોય છે. એટલે અભણ ગ્રાહક જયાં કહે ત્યાં સહી કરી નાખે છે અને ગ્રાહકે આપેલા ચેક ગ્રાહકે આપેલ તારીખ નહીં પણ કા વહેલા અગર મોડા નાખે છે જેથી પાંચ સો રૂપિયા જેવી રકમ દંડ તરીકે વસુલ કરી શકે વ્યાજની કોઈ સીમા હોતી નથી
જાણવા પ્રમાણે વચ્ચે વ્યાજ વધારવામાં આવે છે. ઘણી બધી ફાયનાન્સ ની હેડ ઓફીસ મુંબઇ- ચેનાઈ, કલકતા હોય છે એટલે ન્યાય નું ક્ષેત્ર તેના રાજયમાં હોય છે. ગ્રાહકને કોઇપણ જાણ કર્યા વગર ત્રણ હપ્તા ચડીગયા એટલે વાહન જે જગ્યાએ હોઈ ત્યાંથી ઉઠાવી જાય છે ખેંચી ગયા પછી તેની પહોંચ આપતા નથી ગ્રાહકને જાણ કર્યા વગર ગાડી વહેચી નાખે છે અને વહેચતા ગ્રાહક પાસે લેણા રૂપિયા નીકળે છે ફાયનાન્સ કું. ની આવી મનમાનીને કારણે ગ્રાહકો દુ:ખી થાય છે. ધંધા વગરના થાય છે. આવી જ હાલત મકાન લોન ગ્રાહકની છે પાંચ લાખની લોનના જાણવા પ્રમાણે દસ લાખ ભરવાના આવે છે. બે થી ત્રણ હપ્તા બાકી હોય તો મકાનને શીલ મારી નાખે છે. તેવું જાણવા મળેલ છે. પહેલા મકાનની લોન લીધી હોય ને શીલ મારવાના હોય તો કલેકટર કે મામલતદાર ને બોલાવવા પડતા અને બન્ને અધિકારી ગ્રાહકને સાંભળતાને ન્યાય આપતા હવે ગ્રાહકનું ચાલીસ લાખનું મકાન હોઇ પાંચ લાખ બાકી હોય તો ફાયનાન્સના માણસ શીલ મારી દે છે આવી ફાયનાન્સ કું. ઉપર કોઈ રીઝર્વ બેંકની લગામ ખરી કે નહીં બેંકે ફાયનાન્સને કઈ શરતે માન્યતા આપેલ છે વ્યાજ અને ચેક બાઉન્સ માં કેટલા દંડની જોગવાઈ છે તે ગ્રાહકને જાણકારી હોવી જરૂરી છે જો આવી ફાયનાન્સ કું.ગ્રાહકની સેવાને બદલે મજબુરીનો લાભ ઉઠાવતી હોય તેવી ફાયનાન્સની માન્યતા રદ થવી જોઇએ આ બાબતે ગ્રાહકના હીત માટે ગર્વનર પગલા ભરે તેવી અપેક્ષા મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા રાખી રહ્યા છે.