મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી નજીક વાડીનું રખોપું કરતાં યુવાનને માર મારીને કેબલ વાયરની લૂંટ


SHARE









મોરબીના નીચી માંડલ ગામે વાડીનું રખોપું કરતાં યુવાનને માર મારીને કેબલ વાયરની લૂંટ

મોરબીના નીચી માંડલ ગામે વાડીએ રખોપુ કરવાનું કામ કરતાં મૂળ ઝારખંડના યુવાન પર રાત્રીના ચાર બુકાનીધારી શખ્સોએ લૂંટના ઇરાદે હુમલો કર્યો હતો અને ધોકાથી યુવાનને બેફામ માર માર્યો હતો અને વાડીમાંથી કેબલની લૂંટ કરીને આરોપીઓ નાશી ગયા હતા જો કે, આ બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ ગામે વિનુભાઇ ભરવાડની વાડીએ વર્ષોથી રહેતાં અને ગાયો ચારવાનું કામ કરીને વાડીની દેખરેખ રાખતા મૂળ ઝારખંડના રહેવાસી સિકંદર લખનભાઇ ક્તાર (૩૮) નામના યુવાન ઉપર ગત તા. 12 મી ના રોજ રાતે સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો અને યુવાનને બેફામ માર માર્યો હતો અને વાડીમાંથી કેબલની લૂંટ કરીને આરોપીઓ નાશી ગયા હતા. 

જો કે, ઇજા પામેલ યુવાન આખી રાત બેભાન હાલતમાં વાડીએ જ પડ્યો રહ્યો હતો અને બીજા દિવસે સવારે વાડી માલિક ત્યાં આવતાં તેને બનાવની જાણ થયેલ હતી અને તે યુવાનને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધી સારવાર માટે રાજકોટ સિવિલમાં લઈ ગયા છે ત્યાં સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને જણાવ્યુ હતું કે, વિનુભાઈની વાડીએ રાતે તે હાજર હતો ત્યારે વાડીમાં આવેલ ઇલેક્ટ્રીક મોટરનો કેબલ કાપતા ચાર બુકાનીધારી શખ્સોને તે જોઈ ગયો હતો જેથી તેને ચારેય શખ્સોને પડકાર્યા હતા જેથી તે શખ્સોએ ધોકાથી હુમલો કર્યો હતો જેમાં ઇજા થવાથી યુવાનને સારવારમાં લઈને આવેલ છે 




Latest News