મોરબી: ખેતીવાડી વિભાગની વિવિધ સહાય માટે આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકાશે
મોરબીમાં સ્કૂલ વાહન ચાલકોને અસહ્ય દંડ અને મેમો માંથી રાહત આપવામાંની માંગ
SHARE







મોરબીમાં સ્કૂલ વાહન ચાલકોને અસહ્ય દંડ અને મેમો માંથી રાહત આપવામાંની માંગ
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બાદ તંત્ર દ્વારા નિયમોની ચુસ્તપણે અમલવારી કરાવવા માટે તેને કામગીરી કરવામાં આવી રહી છે જોકે તેમાં નાના વાહનચાલકો એટલે કે સ્કૂલના વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટેનું કામ કરતા ડ્રાઇવરોને દંડવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીની અંદર જુદી જુદી સ્કૂલમાં વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાનું કામ કરતા ડ્રાઇવરો દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેઓને અસહ્ય દંડ અને મેમો માંથી રાહત આપવામાં આવે તેવી રજૂઆત કરી છે
મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર સ્કુલો શરૂ થતાની સાથે જ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાવવા તથા લઈ જવા મુકવા માટે ખાનગી વાહનો દોડતા હોય છે અને તેમાં કેટલાક વાહનો પ્રાઇવેટ વાહન હોય છે જેથી આ વાહનોને ટેક્સી પાર્સિંગ વાહન કરાવવાનુ કહેવામાં આવે છે અને વાહનોના વીમો કે અન્ય ડોક્યુમેન્ટ ન હોય તો તે માટે થઈને વાહન ચાલકોને આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા હાલમાં અસહ્ય દંડ અને મેમો આપવામાં આવી રહ્યા છે
જેથી કરીને મોરબી શહેરમાં જુદી જુદી શાળાઓમાં વિદ્યાર્થીઓના આવા ગમન માટે દોડતા ઇકો, રીક્ષા વગેરે જેવા વાહનના ડ્રાઇવરોએ આજે અને આવતીકાલે બે દિવસ પોતાના વાહનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એલ.ઇ. ગ્રાઉન્ડ ખાતે આ વાહન ચાલકો એકત્રિત થયા હતા. ત્યારબાદ કલેકટરને આવેદનપત્ર આપવા માટે આ વાહન ચાલકો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને તેઓને હાલમાં જે અસહ્ય દંડ અને મેમો આપવામાં આવે છે તેમાંથી રાહત આપવામાં આવે અને તેઓના ડોક્યુમેન્ટની પૂર્તા કરવા માટે તેઓને સમય આપવામાં આવે તેવી માંગ ડ્રાઇવરો દ્વારા આવેદનપત્ર પાઠવીને કરવામાં આવેલ છે
