રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ-માથક ગામે દારૂની એક રેડ: ચારની ધરપકડ


SHARE









મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ-માથક ગામે દારૂની એક રેડ: ચારની ધરપકડ

મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ અને હળવદ તાલુકાનાં માથક ગામના ઝાપા પાસે દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની નાની-મોટી કુલ મળીને સાત બોટલોને પોલીસે કબજે કરી હતી અને હાલમાં ચાર આરોપીઓને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશને ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે. 

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીની બાજુમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી વ્હીસ્કીની મોંઘી દાટ બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૭૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરીને દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા જાતે દરબાર (૩૨) રહે ભાગ્યલક્ષ્મી સોસાયટીની બાજુમાં શિવ પાર્ક સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે સીએનજી પમ્પ બાજુ જવાના રસ્તા ઉપરથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી રમની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૦૦ ની કિંમતથી દારૂની બોટલો કબજે કરીને આરોપી જયપ્રકાશ કાંતિલાલ ભઠર જાતે વાણીયા (૩૧) રહે રામકૃષ્ણનગર એલ-૯ મોરબી વાળાની ધરપકડ કરી છે અને આ બંને શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.

એક બોટલ દારૂ

મોરબીની નાની બજાર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી સિકંદર ઉર્ફે સીકલો રજાકભાઈ બલોચ જાતે મકરાણી (૩૨) રહે. કાલિકા પ્લોટ મતવા મસ્જિદ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે.

દારૂના બે ચપલા સાથે એક પકડાયો

હળવદ તાલુકાના માથક ગામના ઝાપા પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની બે બોટલો મળી આવતા પોલીસે ૨૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને અનિલભાઈ બાબુભાઈ બાહોપીયા જાતે કોળી (૩૦) રહે શક્તિનગર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન નોંધવામાં આવેલ છે




Latest News