વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારા આઇટીઆઇ ઉપર વરસાદી વીજળી પડતાં લર્નિંગ લાયસન્સની કામગીરી ૨૯ મી સુધી બંધ


SHARE







ટંકારા આઇટીઆઇ ઉપર વરસાદી વીજળી પડતાં લર્નિંગ લાયસન્સની કામગીરી ૨૯ મી સુધી બંધ

ટંકારા આઈ.ટી.આઈ ખાતે ચાલતી લર્નિંગ લાયસન્સની કામગીરી તા.૨૯ જૂન દરમિયાન બંધ રહેશે જેથી લર્નિગ લાયન્સ પરીક્ષા માટે એપોઇન્ટમેન્ટ  મોરબી આર.ટી.ઓ કચેરી તરફથી રી શેડ્યુઅલ કરવામાં આવેલ છે.

ટંકારા આઈ.ટી.આઈ ખાતે તા. ૨૬ ના રોજ બપોર ૨ કલાકે વરસાદી વીજળી પડતા આઈ.ટી.આઈની અંદર રહેલ GSWAN કનેક્ટિવિટી માટે POE ADAPTER  અને તેને સલગ્ન ઈન્ટરનેટ સ્વીચ બળી ગયેલ હતી જેથી  GSWAN ઓનલાઈન પોર્ટ ગાંધીનગરને ટેલીફોનીક ટંકારા આઈ.ટી.આઈ દ્વારા જાણ કરવામાં આવતા વેન્ડર દ્વારા આ POE ADAPTER   એડેપ્ટર આઈ.ટી.આઈ માં સપ્લાઈ આપવા માટે અંદાજીત બે થી ત્રણ દિવસ જેટલો સમય લાગી શકે તેમ છે

જેથી તા ૨૭થી ૨૯ સુધી આઈ.ટી.આઈ ટંકારા ખાતે ચાલતી લર્નિંગ લાયસન્સની કામગીરી બંધ રહેશે. જે અરજદારો દ્વારા તા.૨૯ જૂન દરમિયાન લર્નિંગ લાયસન્સની પરીક્ષા માટેની એપોઇમન્ટ લીધેલ હોય તેમની એપોઇમેન્ટ આર.ટી.ઓ કચેરી મોરબી  દ્વારા રી શેડ્યુઅલ કરવામાં આવેલ છે જેથી બહારગામના અરજદારોને હાલાકી ના પડે તે માટે કનેક્ટિવિટી પુનઃસ્થાપિત થતા જાણ કરવામાં આવશે તેમ આઇ.ટી.આઇ ટંકારાની યાદીમાં જણાવ્યું છે.






Latest News