મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા 64 માં જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ-સુખડી વિતરણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઘર પાસે સફાઈ કરીને કચરો સળગાવતી મહિલાને દંપતી સહિત ચાર વ્યક્તિઓએ મારમાર્યો માળીયા (મી)ના સરવડ પાસે ટેન્કર ચાલકે ટક્કર મારતા એસટી બસમાં નુકશાન હળવદના દેવીપુર ગામના પાટીયા પાસે ટ્રક ટેન્કરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત હળવદના રણજીતગઢ ગામેથી સગીરાનું અપહરણ: ગુનો નોંધાયો હળવદ અને મોરબીમાં દારૂની 3 રેડ: 96 બિયરના ટીન અને દારૂની નાની 89 બોટલ કબ્જે, 3 આરોપી ઝડપાયા મોરબીના ગોર ખીજડીયા ગામ પાસથી મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મળી હળવદના રણજીતગઢ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાની લેબર કોલોનીમાં લોબીની દીવાલ ઉપરથી નીચે પટકાયેલ યુવાનનું મોત


SHARE













વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાની લેબર કોલોનીમાં લોબીની દીવાલ ઉપરથી નીચે પટકાયેલ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં બીજા માળે આવેલ લોબીમાં દિવાલ ઉપર યુવાન બેઠો હતો તે ઉપરથી નીચે પટકાતા તેને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું. જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સ્વેલ ગ્રેનાઈટો એલએલપી કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો કૈલાસ શંકરલાલ ચૌહાણ જાતે અનુ. જાતિ (34) નામનો યુવાન કારખાનામાં આવેલા લેબર કોલોનીના બીજા માળે લોબીમાં દિવાલ ઉપર બેઠેલ હતો દરમિયાન તે અકસ્માતે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને માથા અને શરીરે ગંભીર ઈજા થઈ હોવાથી તેને મોરબીની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં રહેતો હિતેશ ધીરુભાઈ પાટડીયા (20) નામનો યુવાન મોરબી નજીક લખધીરપુર રોડના નાકા નજીક હતો ત્યારે વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો અને તેમાં તેને ઇજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ યુવાનને જમણા પગના ગોઠણના ભાગે વધુ ઇજા થયેલ હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.






Latest News