મોરબીમાં જગતગુરુ રામાનંદાચાર્યની જન્મ જયંતીની ઉજવણી માટે મીટીંગનું આયોજન વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં વીર બાળ દિવસની ઉજવણી કરાઇ મોરબીના મચ્છુ-3 ડેમમાં પડેલા અજાણ્યા યુવાનની ફાયરની ટિમ દ્વારા સતત શોધખોળ હળવદના રણમલપુર નજીક ડબલ સવારી બાઇક કેનાલમાં ખાબકતાં પિતા-પુત્રનું મોત વાંકાનેરમાં બહુજન સમાજ દ્વારા અમિત શાહના રાજીનામાની માંગ સાથે રેલી યોજાઈ મોરબીમાં સહકારથી સમૃદ્ધિ તરફ ૧૧ નવી દૂધ મંડળીઓનું ઉદ્ઘાટન, ત્રણ લાખની સહાય અર્પણ મોરબીના નાનીવાવડી નજીક એક્ટિવાને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીની જૂની આરટીઓ ઓફિસ પાસે ટ્રક અને બાઇકનું અકસ્માત થતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક પાણીની તલાવડીમાંથી ડોકમાં ચુંદડી બાંધેલ હાલતમાં આધેડનો મૃતદેહ મળ્યો, ચુંદડીનો બીજો છેડો બાઈકમાં એંગલ બાંધેલ હોવાથી અનેક તર્કવિતર્ક


SHARE













માળીયા (મી) નજીક પાણીની તલાવડીમાંથી ડોકમાં ચુંદડી બાંધેલ હાલતમાં આધેડનો મૃતદેહ મળ્યો, ચુંદડીનો બીજો છેડો બાઈકમાં એંગલ બાંધેલ હોવાથી અનેક તર્કવિતર્ક

માળીયા નજીક મચ્છુ નદીના કાંઠે ફતેપર ગામ નજીક કાચા રોડની બાજુમાં પાણીની તલાવડીમાં ડોકમાં ચુંદડી બાંધીને તે ચુંદડીનો બીજો છેડો બાઈકમાં એંગલ સાથે બાંધીને ડૂબી ગયેલ હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી મૃતકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની હોસ્પિટલે લઈ ગયા છે અને આ બનાવની મૃતકના દીકરાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયાની તાલુકાના જૂના અંજીયાસર ગામે રહેતા હાજીભાઈ અબ્દુલભાઈ મોવર જાતે મીયાણા (55) નામના આધેડનો મૃતદેહ માળિયા નજીક મચ્છુ નદીના પૂર્વ તરફના કાંઠે ફતેપર ગામ તરફ જવાના કાચા રોડ ઉપર ભરાયેલ પાણીના તલાવડા પાસેથી મળી આવ્યો હતો અને જ્યારે આધેડનો મૃતદેહ પાણીના તલાવડા પાસેથી મળી આવ્યો ત્યારે તેના ડોકે ચુંદડી બાંધેલ હતી અને તે ચુંદડીનો બીજો છેડો મોટર સાયકલની એંગલ સાથે બાંધેલો હતો અને પાણીમાં ડૂબી જતા આધેડનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે પ્રથમ માળિયા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મોકલાવેલ છે અને આ બનાવ અંગેની મૃતકના દીકરા સાહિલભાઈ હાજીભાઈ મોવર જાતે મિયાણા (23) રહે. જુના અંજીયાસર વાળાએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક આધેડ તા. ના રોજ રાત્રે તેઓના ઘરેથી જમીને નીકળી ગયા હતા અને ત્યારબાદ તા. 3 ના બપોરના 1:00 વાગ્યાના અરસામાં તેનો પાણીના તલાવડા પાસેથી ડોકમાં ચૂંદડી બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી બનાવ હત્યાનો છે કે આપઘાતનો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને ફોરેન્સિક પીએમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.




Latest News