મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામે પેપરમીલમાં સુતેલા મજૂર યુવાન ઉપર જેસીબી ફરી વળતા મોત


SHARE









મોરબીના ગોર ખીજડીયા ગામે પેપરમીલમાં સુતેલા મજૂર યુવાન ઉપર જેસીબી ફરી વળતા મોત

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે આવેલ પેપર મિલમાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા મજૂર યુવાન ઉપર યુનિટમાં તે સૂતો હતો ત્યારે જેસીબી ફરી વળ્યુ હતું.જેથી પરપ્રાંતીય યુવાનનું મોત થયુ હતું.હાલ બનાવને પગલે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે આવેલ તીર્થંક પેપર મીલના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતો કરીસિંગ યોગી નામનો 44 વર્ષનો યુવાન યુનિટમાં વેસ્ટ વિભાગમાં સૂતો હતો.ત્યારે તેના ઉપર જેસીબી ચડી ગયું હતું અને આ બનાવમાં કરીસિંગ યોગી નામના 44 વર્ષીય પરપ્રાંતિય મજૂર યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ તેના ડેડબોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવતા હાલ ત્યાંથી બનાવની તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા બનાવની નોંધ કરીને આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં મોટા દહીંસરા ગામે રહેતા હાજરાબેન અહેમદભાઈ અજમેરી નામના 55 વર્ષના વૃદ્ધા ગત તા.30-6 ના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં બાઇકના પાછળના ભાગે બેસીને મોરબીના નવલખી ફાટક બાજુથી રણછોડનગર વિસ્તારમાં જતા હતા ત્યારે રોડ ઉપરના સ્પીડ બેકરમાં વાહનમાંથી નીચે પડી જતા ઇજા પામ્યા હતા.જેથી તેમને અત્રેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારએ નોંધ કરીને તપાસ કરી હતી. યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ કોસ્મો સિરામિકના લેબર કવાટરમાં રહેતો જયેશ ભીમજીભાઈ ધંધુકિયા નામનો 36 વર્ષનો યુવાન બપોરના ત્રણેક વાગ્યે મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સોનેટ સીરામીક પાસેથી પગપાળા જતો હતો ત્યારે તેના પગ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે વાહન ફેરવી દેતા પગના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેને અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીના બનાવમાં ઈજા

મોરબીના વીસીપરા પાસે આવેલ રોહીદાસપરાની શેરી નંબર-૩ માં રહેતા ભરતભાઈ કરશનભાઈ સોલંકી નામના 34 વર્ષના યુવાનને રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઈજાઓ થતાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.જેથી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા બનાવની નોંધ કરીને મારામારીના કારણે આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.




Latest News