મોરબીમાં ધંધાનો ખાર રાખીને યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ હળવદ તાલુકાના સુંદરીભવાની ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયને લઈને તાલીમ યોજાઈ મોરબી રોજગાર કચેરી દ્વારા ભારતીય સૈન્યમાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે નિવાસી તાલીમનું આયોજન મોરબીના શનાળા રોડે ભાઈના જન્મદિવસે જાહેરમાં ફટાકડા ફોડતા યુવાનના સીન વિખીનાખ્યા માળીયા (મી)ના અંજીયાસર ગામે પતિની હત્યા કરનાર પત્ની-સાળો જેલ હવાલે: દીકરો રિમાન્ડ ઉપર મોરબી જિલ્લાના દેવગઢ ગામે ઘરમાં નકલી ઇંગ્લિશ દારૂની મિનિ ફેકટરી ચલાવતા બે સગા ભાઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મોરબી સિવિલ હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં મહિલાને શુદ્ધ ઘી ના ડ્રાયફુટયુક્ત શીરાની વિતરણ મોરબીમાં પત્નીનાઅંતિમ પગલાં બાદ બાદ સિરામિક રોમટિરિયલ્સના ધંધાર્થીએ નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટુકાવ્યું
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા-સજનપર રોડે રીક્ષાને અજાણ્યા ડમ્પર ચાલેક હડફેટે લેતા પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત


SHARE









ટંકારાના ઘુનડા-સજનપર રોડે રીક્ષાને અજાણ્યા ડમ્પર ચાલેક હડફેટે લેતા પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત

ટંકારાના ઘુનડા ગામથી સજનપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લીધી હતી જેથી કરીને બેઠેલ યુવાન, તેના પત્ની અને તેના દીકરાને ઇજા થઈ હતી જેમાં યુવાનના પાંચ વર્ષના દીકરાને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનો મોત નીપજ્યું હતું અને હાલમાં અકસ્માતના આ બનાવ સંદર્ભે યુવાને અજાણ્યા ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં સજનપર ગામે દુર્લભજીભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા જયેશભાઈ પારસીંગભાઇ ભાભોર જાતે આદિવાસી (29)એ અજાણ્યા ડમ્પર ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ઘુનડા ગામથી સજનપર ગામ તરફ જવાના રસ્તા ઉપર તબેલાથી આગળના ભાગમાં તેઓ સીએનજી રીક્ષામાં બેસીને તેના પત્ની સરોજબેન તેમજ નાનો દીકરો યુવરાજ (5) તેમજ તેના ભાઈ બધા જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ અજાણ્યા ડમ્પર ચાલકે રિક્ષાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો

જેમાં ફરિયાદીના દીકરા યુવરાજને માથામાં ગંભીર ઇજા થવાથી તેનું માથું ફાટી ગયું હતું અને તે બાળકનું મોત નીપજયું હતું જોકે તેના પત્ની સરોજબેનને ડાબા હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવા આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. વધુમાં ફરિયાદી પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ફરિયાદીના ભાઈ ધુનડા ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા હતા જેઓને સજનપર ગામે તે જ્યાં કામ કરતા હતા ત્યાં લઈ જવા માટે થઈને ફરિયાદી આવ્યા હતા અને તેના ભાઈને લઈને પરત સજનપર ગામ તરફ આવી રહ્યા હતા દરમિયાન અકસ્માતનો આ બનાવ બન્યો છે જેમાં યુવાનના પાંચ વર્ષના માસુમ દીકરાનું મોત નીપજયું છે.




Latest News