મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં પૂઠના ભાગે તીક્ષણ હથિયારના પાંચ જેટલા ઘા ઝીકિ યુવાનની હત્યા
મોરબીમાં કાર ઉપર કાર ચડાવીને ફિલ્મી સ્ટાઈલમાં હત્યાનો પ્રયાસ: પાંચ શખ્સોની સામે ગુનો નોંધાયો
SHARE






મોરબીમાં કાર ઉપર કાર ચડાવીને ફિલ્મી સ્ટાઈલમાં હત્યાનો પ્રયાસ: પાંચ શખ્સોની સામે ગુનો નોંધાયો
મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર સિંધુભવન પાસે પાર્ક કરેલી સ્વિફ્ટ ગાડીમાં ફિલ્મી સ્ટંટ કરતા હોય તે રીતે ધડાકાભેર સ્કોર્પિયો ગાડી પાછળ અથડાવવામાં આવી હતી અને ત્યારબાદ વારંવાર સ્કોર્પિયો ગાડી સ્વિફ્ટ ગાડીમાં અથડાવીને તે ગાડીમાં બેઠેલા વ્યક્તિઓની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાયેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ જોન્સનગર શેરી નં-10 માં રહેતા અને મુરઘી વેચાણનો ધંધો કરતા મુસ્તાકભાઈ કાસમભાઈ સંતવાણી જાતે મિયાણા (27)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આમદ કાસમ કટીયા, અકબર ઉર્ફે અકુકાસમભાઇ કટીયા, વસીમ યુનુશભાઇ સેડાત અને જુસબ દિલાવરભાઇ માણેક રહે. ચારેય વીસીપરા મોરબી તેમજ ફિરોજ સુલેમાન માલાણી રહે. વાવડી રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી પોતાની સ્વિફ્ટ ગાડી નંબર જીજે 36 એએફ 8150 લઈને મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર સિંધુભવન પાસે ઊભા હતા ત્યારે આમદ કાસમ કટિયાએ પોતાની સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એફ 4143 લઈ આવીને પાછળથી સ્વિફ્ટ ગાડીમાં ધડાકાભેર અથડાવી હતી અને ત્યારબાદ સ્વિફ્ટ ગાડીમાં બેઠેલ વ્યક્તિઓને મારી નાખવાના ઇરાદે વારંવાર સ્વીફ્ટ ગાડી ઉપર સ્કોર્પિયો ગાડી અથડાવી હતી.
ત્યારબાદ સ્કોર્પિયો ગાડીમાંથી નીચે ઉતરીને તેમાં બેઠેલા પાંચે આરોપીઓ દ્વારા તેના હાથમાં રહેલા હથિયાર વડે સ્વિફ્ટ ગાડી ઉપર આડેધડ ઘ ઝીકવામાં આવ્યા હતા અને વાહનમાં નુકસાની કરવામાં આવી હતી અને આ બનાવ દરમિયાન ફરિયાદી તથા તેની સાથે ગાડીમાં બેઠેલા જુસબભાઈ ગફુરભાઈ જામ અને સુલતાન સુલેમાન સુમરાને શરીરે ઇજાઓ થઇ હોવાથી ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ પી.આર. સોનારા ચલાવી રહ્યા છે.


