મોરબીમાં કાર ઉપર કાર ચડાવીને ફિલ્મી સ્ટાઈલમાં હત્યાનો પ્રયાસ: પાંચ શખ્સોની સામે ગુનો નોંધાયો
મોરબીમાં માટીની આડમાં ટ્રકના ચોરખાનામાં દારૂની હેરાફેરી: 72 બોટલ દારૂ-72 બીયરના ટીન સાથે એક પકડાયો
SHARE






મોરબીમાં માટીની આડમાં ટ્રકના ચોરખાનામાં દારૂની હેરાફેરી: 72 બોટલ દારૂ-72 બીયરના ટીન સાથે એક પકડાયો
મોરબી જીલ્લામાં રાજસ્થાનથી માટી આવતી હોય છે અને તેની સાથે ઘણી વખત દારૂ અને બીયર પણ લઈ આવવામાં આવે છે આવી જ રીતે એલસીબીની ટીમે રાજસ્થાનથી માટીની આડમાં ટ્રકના ચોરખાનામાં દારૂની હેરાફેરીના કૌભાંડને પકડવામાં આવેલ છે અને 72 બોટલ દારૂ તેમજ 72 બીયરના ટીન સાથે શખ્સને પકડવામાં આવેલ છે અને પોલીસે 1,13,280 નો દારૂ તેમજ બીયર અને ટ્રક સહિતનો મુદામાલ કબજે કરેલ છે.
હળવદની મોરબી ચોકડી પાસે મોરબી એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી ત્યારે મળેલ બાતમી મુજબનો ટ્રક ટ્રેઇલર નં. આરજે 27 જીબી 2539 પસાર થતાં પોલીસે તેને રોકીને ચેક કર્યો હતો ત્યારે માટી ભરેલ ટ્રક ટ્રેઇલરમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી ચોરખાનાને ચેક કરવામાં આવતા તેમાંથી 72 બોટલ દારૂ તેમજ 72 બીયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 1,13,280 નો દારૂ તેમજ બીયર અને ટ્રક સહિત કુલ મળીને 6,18,280 ના મુદામાલ સાથે આરોપી તખતસિંગ શંભુસિંગ ચુંડાવત (47) રહે. માદરી દેવસ્થાન તાલુકો રાજસમંદ રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો. અને તેની પ્રાથમિક પૂછપરછમાં મોરબીના મુસ્તાક નામના શખ્સે દારૂ અને બીયર મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એમ.પી.પંડયા ની સૂચના મુજબ પીએસઆઇ કે.એચ.ભોચીયા તેમજ જીજ્ઞાસાબેન કણસાગરા, શકિતસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ તથા ભગીરથસિંહ વિજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.


