મોરબીમાં માટીની આડમાં ટ્રકના ચોરખાનામાં દારૂની હેરાફેરી: 72 બોટલ દારૂ-72 બીયરના ટીન સાથે એક પકડાયો
મોરબી નજીક ટ્રાન્સપોર્ટ નગર બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત
SHARE






મોરબી નજીક ટ્રાન્સપોર્ટ નગર બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીની આસપાસમાં બે હજાર કરતાં નાના મોટા કારખાના આવેલ છે જેમાં માલની હેરાફેરી માટે દરરોજ હજારોની સંખ્યામાં વાહનો દોડતા હોય છે. તેમ છતાં પણ મોરબીની આસપાસમાં ટ્રાન્સપોર્ટ નગરની કોઈ સુવિધા નથી જેથી કરીને સામાજિક કાર્યકર દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મોરબી નજીકના વીરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઇ ગઢવી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, સિરામિક, સેનિટેશન, પેપર મીલ, પોલીપેક, ઘડિયાળ અને નળિયા સહિતના નાના મોટા બે હજાર જેટલા કારખાના મોરબીની આસપાસમાં આવેલ છે. જેમાં માલ લાવવા અને લઈ જવા માટે હજારોની સંખ્યામાં વાહનો દોડતા હોય છે જો કે, ટ્રક મૂકી શકાય તેવું કોઈ ટ્રાન્સપોર્ટ નગર આજની તારીખે પણ મોરબીમાં નથી જેથી કરીને ટ્રક ડ્રાઇવરો અને ક્લીનરને સુવિધા મળે તે માટે મોરબી નજીકના વિસ્તારમાં ટ્રાન્સપોર્ટનગર બનાવવામાં આવે અને ત્યાં પાણી સહિતની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


