મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ, મહામંત્રી અને નગરપાલિકાના ઇન્ચાર્જની વરણી
મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં બે આરોપીની જામીન અરજી નામંજૂર
SHARE







મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં બે આરોપીની જામીન અરજી નામંજૂર
મોરબીના રામકૃષ્ણનગરને સળગતી લારી પાસે ધક્કો મરવામાં આવ્યો હતો જે વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જે ગુનામાં પકડાયેલા આરોપીઓની જામીન અરજી મૂકવામાં આવી હતી જે જામીન અરજીને કોર્ટે નામંજૂર કરી છે.
મોરબીના રામકૃષ્ણનગરમાં ફરિયાદીના દીકરા સાથે મોબાઈલ ફોનમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો તેનું મનદુઃખ રાખી આરોપીએ ફરિયાદીના ઘરની બહાર રાખેલ ચપ્પલ લારીને સળગાવી દીધી હતી અને ફરિયાદીના પતિને ઢસડી માર મારી શેરીમાં સળગતી લારી પાસે ધક્કો મારી દીધો હતો જેથી કરીને દાઝી ગયેલ વ્યક્તિનું મોત નીપજયું હતું અને હત્યાનો ગુનો નોંધાયો હતો. જે ગુનાના આરોપી સંદીપ રાજેશ બોડા અને વિમલ નથુભાઈ કામલીયાએ જામીન અરજી મૂકી હતી જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવે અને વકીલ દિલીપ આર. અગેચણીયા રોકાયેલ હતા. અને આરોપી તરફે વકીલે આરોપી નિર્દોષ હોવાની દલીલો કરી હતી. જો કે, ફરિયાદ પક્ષે જામીન અરજી સામે વાંધા જવાબ રજુ કર્યા હતા અને દલીલો કરી હતી કે, બંને આરોપીઓની બનાવ સ્થળ પર હાજરી હતી. અને ફરિયાદીના પતિને ઢસડીને સળગતી લારી પાસે ધક્કો દીધો હોય બંને આરોપીની સીધી સંડોવણી છે જેથી કોર્ટે સરકારી વકીલ સંજયભાઈ દવે અને વકીલ દિલીપ અગેચણીયાની દલીલોને માન્ય રાખી બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરેલ છે.
