મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુગારની જુદી જુદી બે રેડ: સાત જુગારી 15,300 ની રોકડ સાથે ઝડપાયા
SHARE
મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુગારની જુદી જુદી બે રેડ: સાત જુગારી 15,300 ની રોકડ સાથે ઝડપાયા
મોરબી શહેર અને વાંકાનેર તાલુકા વિસ્તારમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને સાત જુગારીઓ ઝડપાયા હતા. જેથી પોલીસે તેઓની પાસેથી કુલ મળીને 15300 ની રોકડ કબજે કરી હતી. અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાની વરડુસર ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રણછોડભાઈ માયાભાઈ ડાભી (50), જગદીશભાઈ ધરમશીભાઈ વિંઝવાડીયા (30), હઠાભાઇ ઝાલાભાઇ લામકા (50) રહે ત્રણેય વડુસર તેમજ પ્રેમજીભાઈ ઉર્ફે પ્રેમાભાઈ અમરશીભાઈ જરવરીયા (52) રહે. રાજગઢ અને ગોપાલભાઈ રૂડાભાઈ લાંબરીયા (27) રહે. પલાસ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની પાસેથી 4000 રૂપિયા રોકડા કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી શહેરમાં કુબેરનગરના રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મહેશભાઈ બાબુભાઈ ઓગણીયા (20) અને ચંદુભાઈ નાનજીભાઈ કાઠીયા (30) રહે. બંને કુબેરનગર શનિદેવના મંદિર પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 11,300 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.