મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત


SHARE







વાંકાનેરના લાકડધાર ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં કામગીરી દરમિયાન યુવાનને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું. અને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના લાલપર ગામે રહેતો ઈશ્વરભાઈ લાલજીભાઈ ગામ જાતે પટેલ (40) નામનો યુવાન વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ રેડ સ્ટોન ગ્રેનાઈટો સીરામીક નામના કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે કામ કરતા સમયે કોઈ પણ કારણોસર તેને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો. જેથી કરીને તેને બેભાન હાલતમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં હોસ્પિટલે ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર. બેરાણી દ્વારા કરવામાં આવી હતી.

સાપ કરડી જતાં સારવારમાં

મોરબીના રવાપર નદી પાસે આવેલ શક્તિનગરમાં રહેતા બચુભાઈ લખનભાઇ (60) નામના વૃદ્ધને ઘરે હતા ત્યારે ત્યાં સાપ કરડી જતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવેલ છે




Latest News