મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો મોરબીના ગોર ખીજડીયા પાસે કારખાનામાંથી 100 કિલો કોપર વાયરની ચોરી: પાંચની ધરપકડ હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબીના નવયુગ સંકુલ ખાતે સિલ્વર જ્યુબીલીની શાનદાર ઉજવણી કરાશે મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન યોજાયો: દાતાઓનુ કરાયું સન્માન મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે
Breaking news
Morbi Today

મોરબીમાંથી એક મહિના પહેલા ગુમ થયેલ ટ્રાન્સપોર્ટરનો હજુ કોઈ પત્તો નહીં !: મોબાઈલના ધંધાર્થી સામે ગુનો નોંધીને આરોપીની ધરપકડ  


SHARE













મોરબીમાંથી એક મહિના પહેલા ગુમ થયેલ ટ્રાન્સપોર્ટરનો હજુ કોઈ પત્તો નહીં !: મોબાઈલના ધંધાર્થી સામે ગુનો નોંધીને આરોપીની ધરપકડ  

મોરબીમાં ટ્રાન્સપોર્ટનું કામકાજ કરતો યુવાન પાસેથી હાથ ઉછીના અને જમીનમાં ભાગ આપવાનું કહીને કુલ મળીને 18 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ યુવાન તેના પૈસા લેવા માટે નાની વાવડી ગામ પાસે સતનામ કોમ્પલેક્ષમાં આવેલ ઓફીસે ગયો હતો અને ત્યાંથી તે ગુમ થયો છે જેથી કરીને હાલમાં ગુમ થયેલા યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે છેતરપીંડી, વિશ્વાસઘાત અને અપહરણના ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે અને ગુમ થયેલ યુવાનનો હજુ કોઈ પત્તો લાગેલ નથી જેથી પોલીસે જુદીજુદી દિશામાં તપાસ ચાલી રહી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદની આસોપાલવ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ રમેશભાઈ કૈલા જાતે પટેલ (40)એ અગાઉ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો નાનો ભાઈ જીતેન્દ્રભાઈ રમેશભાઈ કૈલા જાતે પટેલ (34) રહે. આસોપાલવ સોસાયટી હળવદ વાળો મોરબીના વાવડી ગામ નજીકથી ગુમ થયો હોવા અંગેની ગુમસુધા ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યૂ હતું કે, ગત તા. 20/6/24 ના બપોરના 2:00 વાગ્યાના અરસામાં મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ નજીક રૂપિયાની લેતી બાબતે આવ્યો હતો અને ત્યાંથી તે ગુમ થયેલ છે. અને હજુ સુધી તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી અને તેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવે છે.

વધુમાં શૈલેષભાઈ કૈલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે તેના ભાઈને જે.આર. રોડલાઇન્સ નામથી ટ્રાન્સપોર્ટ આવેલ છે અને ટ્રાન્સપોર્ટના પૈસાની લેતી દેતી બાબતે તે વાવડી નજીક આવેલ કબીર આશ્રમ પાસે ગયો હતો અને ત્યાથી તે ગુમ થયેલ છે. અને જે તે સમયે તેના નાના ભાઈના પત્નીના મોબાઇલ ફોન ઉપર વ્હોટસએપ કોલ આવ્યો હતો અને ત્યારબાદ તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો છે. અને કોઈપણ જગ્યાએથી તેનો પતો લાગી રહ્યો ન હતો

જેથી હાલમાં આ બનાવમાં ગુમ થયેલા યુવાનના ભાઈ શૈલેષભાઇ રમેશભાઇ કૈલા જાતે પટેલ (40) ની ફરિયાદના લઈને જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયા રહે. વાવડીરોડ ભકિતનગર-૧ મોરબી વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કાર્યવાહી કરી છે અને જે ફરિયાદ નોંધાવેલ છે તેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના ભાઈ જીતેન્દ્રભાઇ કૈલાએ આરોપીને ધીરાણ ભરવા માટે ૮,૦૦,૦૦૦ રૂપિયા આપેલ હતા અને ફરિયાદીના ભાઇને જમીન લેવા માટે સોદાખત કરવાનુ કહી આરોપીએ ૧૦,૦૦,૦૦૦ રૂપિયા લીધેલ હતા અને આરોપીએ જીતેન્દ્રભાઇ કૈલાના નામનુ ખોટુ સોદાખત બનાવીને તેની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી હતી.

જેથી કરીને ફરિયાદીનો ભાઈ આરોપીને હાથ ઉછીના આપેલા રૂપીયા લેવા માટે તેની મોરબીના નાનીવાવડી રોડ સતનામ કોમ્પલેક્ષમાં આવેલ આરોપીની ઓફીસે ગયો હતો અને ત્યાર બાદ જીતેન્દ્રભાઇ કૈલાની પત્નીના ફોન ઉપર આરોપીએ વીડીયો કોલ કરીને રૂપીયા આપી દીધેલ છે તેવું કહીને ફોન કટ કરી નાખ્યો હતો અને ત્યારથી જ તેનો ભાઈ ગુમ છે જેથી કરીને હાલમાં યુવાનના ભાઈ અપહરણ કરીને તેના ભાઈને ગુપ્ત જગ્યાએ ગોધી રાખેલ હોવાની ફરિયાદ નોંધાવેલ છે. આ ગુનાની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા ચલાવી રહ્યા છે અને હાલમાં આ ગુનામાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ આયદાનભાઇ ગજીયા જાતે બોરિચા (37) ધંધો મોબાઈલ શોપ, રહે. ભક્તિનગર-1 રવાભાઇ ખાદાના મકાનમાં નાની વાવડી રોડ કબીર આશ્રમ પાસે મોરબી મૂળ રહે. ખાખરાળા વાળાની ધરપકડ કરલે છે અને ગુમ થયેલા યુવાનનો હજુ કોઈ જ્ગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે તપાસ શરૂ કરી છે.




Latest News