વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના ગજડી ગામેથી સગીરાનું અપહરણ


SHARE







ટંકારાના ગજડી ગામેથી સગીરાનું અપહરણ

ટંકારા તાલુકાના ગજડી ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા યુવાનની સગીર દીકરીનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા સગીરાના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે સગીરાને શોધવા માટેના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી પ્રમાણે મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ગજડી ગામે દેવદાનભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા રાયસીંગભાઇ ધીરાભાઇ સિસોદીયા જાતે હિન્દુ વાદી (34)એ કોઈ અજાણ્યા શખ્સની સામે અપહરણની ફરિયાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની 10 વર્ષની દીકરી મેગલ નું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવેલ છે. જેથી કરીને ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર રવિરાજ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા એક શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 400 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી સુવાલાલ જગદીશપ્રસાદ હરિતવાલ જાતે ચૌધરી (30) રહે. હાલ ટિંબડી ગામની સીમ ધ્રુવ કોમ્પલેક્ષની દુકાનમાં મૂળ રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News