મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-માળીયા તાલુકામાં જુગારની ચાર રેડ: 11 આરોપી પકડાયા


SHARE







વાંકાનેર શહેર-માળીયા તાલુકામાં જુગારની ચાર રેડ: 11 આરોપી પકડાયા

વાંકાનેર શહેરમાં પેડક સોસાયટી પાસે અને જીનપરાના પુલ નજીક જુગારની જુદી જુદી બે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કુલ મળીને નવ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 8,770 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં પેડક સોસાયટી નાગાબાવા મંદિર સામે જાહેરમાં જુગાર રમતા આવવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા દીપકભાઈ ચતુરભાઈ વિકાણી (28), અજયભાઈ ચંદુભાઈ વિકાણી (26),  મનહરભાઈ ચંદુભાઈ વિકાણી (32), જગદીશભાઈ મિતેશભાઈ વિકાણી (21)મહેશભાઈ ચતુરભાઈ વિકાણી (35) અને પંકજભાઈ ચંદુભાઈ વિકાણી (25) રહે. બધા પેડક સોસાયટીના પુલના છેડે વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 5460 ની રોકડ કબજે કરી હતી, આવી જ રીતે વાંકાનેર શહેરમાં જુગારની બીજી રેડ જીનપરા સાતનાલા પાસે કરવામાં આવી હતી ત્યાં જાહેરમાં જુગાર રમતા સુનિલભાઈ રમેશભાઈ રાણેવાડીયા (20) રહે. જીનપરા વાંકાનેર, રમેશભાઈ રામજીભાઈ ડાભી (37) રહે. જીમપરા વાંકાનેર અને તસ્લીમભાઈ ઐયુબભાઈ શેખ (28) રહે. રાજાવડલા રોડ માર્કેટયાર્ડ પાસે વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી 3310 ની રોકડ કબજે કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બંને ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વરલી જુગાર

માળીયા તાલુકાના વવાણીયા ગામે તળાવની પાળ પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બાબુભાઈ ડાયાભાઈ પરસોંડા (56) રહે. કોળીવાસ માળીયા મીયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો. જેથી તેની પાસેથી 550 રૂપિયાની રોકડ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. આવી જ રીતે માળિયાના વાડા વિસ્તારમાં વરલી જુગારના આંકડા કેતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા દોસમામદ મહમદભાઇ કટીયા જાતે મિયાણા (47) રહે. જુના રેલ્વે સ્ટેશન વિસ્તાર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 340 ની રોકડ કબજે કરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને ગુના નોંધી આગળની કાર્યવાહી કરી હતી.






Latest News