મોરબી જીલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ૧૧૫ લોકોના ૪૩.૦૮ લાખ રૂપિયા પોલીસ પરત અપાવ્યા: એસપી
મોરબી જિલ્લા બઢતી પામેલા બે પીઆઇનો પિપિંગ સેરેમની કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી જિલ્લા બઢતી પામેલા બે પીઆઇનો પિપિંગ સેરેમની કાર્યક્રમ યોજાયો
ગુજરાતમાં જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા 233 આપવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના પણ બે પીએસઆઇનો સમાવેશ થાય છે અને તેમનો પીપીંગ સેરેમનીનો કાર્યક્રમ આજે એસપી કચેરી ખાતે એસપીની હાજરીમાં યોજાયો હતો. મોરબી જિલ્લામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા વી.આર. સોનારા અને એચ.આર. હેરભા ને પીઆઇ તરીકેની બઢતી મળી છે ત્યારે આજે મોરબીમાં શોભેસ્વર રોડ ઉપર આવેલ એસપી કચેરી ખાતે એસપી રાહુલ ત્રિપાઠી તથા ડીવાયએસપી સમીર સારડાની હાજરીમાં તેમનો પીપીંગ સેરેમનીનો કાર્યક્રમ યોજાયો હતો. અને ત્યારે એસપી અને ડીવાયએસપી દ્વારા બંને અધિકારીઓને થ્રી સ્ટારના બેલ્ટ પહેરાવ્યા હતા અને ત્યાર બંને અધિકારી એસપી સહિત તમામ લોકોના મો મીઠા કરાવ્યા હતા અને સહુ કોઈએ બંને અધિકારીઓને શુભકામનાઓ પાઠવી હતી