ટંકારાના છતર નજીક રોડ વચ્ચે બંધ પડેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત હળવદના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં થયેલ મારા મારીના બનાવમાં હવે વળતી ફરિયાદ મોરબીમાં હાઉસિંગ બોર્ડ નજીક વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીના સિટી મોલમાં આવેલ ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 4 શખ્સો 5.26 લાખના મુદામાલ સાથે પકડાયા, આઈડી આપનાર 4 શખ્સોની શોધખોળ મોરબી-વાંકનાએરમાં વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ096 બીયરના ટીન ઝડપાયા: બે આરોપી પકડાયા, બે ની શોધખોળ મોરબીના વોર્ડ નં. 9માં ભાજપના ઉમેદવારોને લોકસંપર્કમાં ઠેરઠેર આવકાર-આશીર્વાદ મોરબીના લાતી પ્લોટના કારખાનામાં આગ લાગતા માલ સામાન બળીને ખાખ: મોટું નુકશાન મોરબીમાં વહેલી સવારે કામ ઉપર જતા વૃદ્ધનું માર્ગ અકસ્માતમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ૧૧૫ લોકોના ૪૩.૦૮ લાખ રૂપિયા પોલીસ પરત અપાવ્યા: એસપી


SHARE













મોરબી જીલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ૧૧૫ લોકોના ૪૩.૦૮ લાખ રૂપિયા પોલીસ પરત અપાવ્યા: એસપી

સાયબર ક્રાઇમ અવેરનેશન માટે ઘણા કાર્યક્રમ કરવામાં આવે છે તો પણ કોઈને કોઈ રીતે ભેજાબાજ શખ્સો લોકોની સાથે સાયબર ક્રાઇમ કરે છે. તેવામાં મોરબી જિલ્લાની વાત કરીએ તો ચાલુ વર્ષે ઘણા અરજદારોની સાથે સાયબર ક્રાઇમના બનાવ બનેલ છે જો કે, તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતાં તેના બેંક એકાઉન્ટને ફ્રીજ કરવામાં આવ્યા હતા તેવા આર્જદારોના બેંક એકાઉન્ટને અનફ્રિજ કરાવીને પોલીસે તેઓને ૪૩.૦૮ લાખ રૂપિયા પરત અપાવેલ છે.

મોરબી જીલ્લામાં આવેલ શાળાઓ, કોલેજ, હોસ્ટેલમા, સીરામીક ઉધોગમા કામ કરતા કર્મચારીઓને તેમજ ટ્રક એસોશીએશનના કર્મચારીઓને સાયબર ક્રાઇમ અવેરનેશન બાબતે કાર્યક્રમો કરવામાં આવે છે તે અંતર્ગત એક ચાલુ વર્ષે ૧૩૩ કાર્યક્રમો કરીને લગભગ ૬૪૦૦ માણસોને સાયબર ક્રાઈમ અંગેની માહિતી આપવામાં આવેલ છે. એ બાબતે આજે એસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં એસપી રાહુલ ત્રિપથી જણાવ્યુ હતું કે, સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ઘણા આર્જદારોના એકાઉન્ટ ફ્રિજ કરાવ્યા હતા તેમાંથી ચાલુ વર્ષમાં લોક અદાલતમાં કોર્ટ દ્વારા સાયબર ક્રાઇમનો ભોગ બનેલ ૧૧૫ અરજદારોના ફ્રીજ થયેલ એકાઉન્ટને અનફ્રિજ કરવામાં આવ્યા છે અને અરજદારોને તેના ૪૩,૦૮,૦૨૨ રૂપિયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પરત અપાવેલ છે. બીજા અરજદારોના નાણાં અલગ-અલગ બેંકોમા ફ્રીજ થયેલ છે તેને પણ પરત કરાવવાની કાર્યવાહી કોર્ટમા કરાવવામા આવેલ છે.

વધુમાં એસપીએ જણાવ્યુ હતું કે, પીન નંબર, ઓટીપી, સીવીવી, ક્યુઆર કોડ જેવી માહિતી અજાણ્યા વ્યક્તિઓને આપવી નહીં, સોશીયલ મીડીયા પર અજાણ્યા વ્યક્તિનો વિડીયો કોલ કે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવા નહીં, કોઈ કાર્ડ, સીમકાર્ડ વેલીડીટી, કેવાયસી રીન્યુ, બેન્ક ખાતું ચાલુ બંધ કે એક્ટિવ વગેરે માટે ફોન કે મેસેજ પર જવાબ આપવો નહીં, પાસવર્ડને સુરક્ષિત રાખો નિયમીતપણે બદલો વેબસાઈટમાં "HTTPS" ખાસ જુઓ., ફી લોન, ફી ઇન્ટરનેટ, ફી ગિફ્ટ જેવી લાલચમાં ખરાઈ કર્યા વગર અજાણી લિંક ક્લિક કરવી નહીં., સોશીયલ મીડીયા પર મિત્ર બની માહિતી કે રૂપિયાની માંગણી કરે તો આપવા નહીં., આપના સોશિયલ મીડિયા એકાઉન્ટને પણ ટુ સ્ટેપ સિક્યુરિટી રાખો., પોલીસ કે બેન્ક કર્મચારી તરીકેની ઓળખ આપી કોઈ ઓટીપીની માંગણી કરે તો ઓટીપી આપવો નહીં આવી અનેક બાબતોમાં આજના સમયમાં લોકોને સજાગ રહેવાની જરૂર છે.






Latest News