મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીનાં આંદરણા નજીક જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાને આંતરીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી: છ સામે ફરિયાદ


SHARE





મોરબીનાં આંદરણા નજીક જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાને આંતરીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી: છ સામે ફરિયાદ

મોરબી તાલુકાનાં આંદરણા ગામથી સમલી જતા રોડ ઉપર ખારા તરીકે ઓળખાતી સીમ પાસે વાકડા ગામે રહેતો યુવાન તેની ઇકો ગાડી લઈને જઇ રહ્યો હતો ત્યારે અગાઉના ઝઘડાનો ખાર રાખીને ચાર શખ્સો બોલેરો ગાડીમાં આવ્યા હતા અને ઇકો ગાડી રોકાવીને તેના કાચ ફોડી નાખીને યુવાનને બહાર કાઢીને ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ એક શખ્સે માથામાં છરી મારી હતી જેથી કરીને જીવ બચાવવા માટે ભાગેલા યુવાનનો પીછો કરીને બે શખ્સોએ તેને પકડો પકડો આજે તો તેને પુરો કરી નાખવો છે તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ હાલમાં છ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાકડા ગામે રહેતા ભરતભાઇ પોપટભાઇ રાતડીયા જાતે ભરવાડ (૨૭)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને પંકજભાઇ ગોકળભાઇ બાંભવા, વિનોદભાઇ ગોકળભાઇ બાંભવા, પ્રવિણભાઇ ભોજાભાઇ બાંભવારાજેશ ગોકળભાઇ બાંભવા, ગટુ મારવાડી અને ગોકળભાઇ ખોડાભાઇ બાંભવા રહે. બધા આંદરણા તાલુકો મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તેની ઇકો ગાડી નં. જીજે ૩ એલ ૮૬૦૯ લઇમે સમલથી આંદરણા તરફ આવિઉ રહ્યો હતો ત્યારે ખારા તરીકે ઓળખાતી સીમ પાસે પંકજભાઇ બાંભવા, વિનોદભાઇ બાંભવા, પ્રવિણભાઇ બાંભવા અને રાજેશ ગોકળભાઇ બાંભવાએ અગાઉના ઝઘડાનો ખાર રાખી આંદરણા તરફથી બોલેરો ગાડીમાં આવીને રોડની વચ્ચે તેની ગાડી ઊભી રાખી હતી અને ફરિયાદીની ઇકો ગાડીના કાચ તોડીને દરવાજો ખોલ્યો હતો.

ત્યાર બાદ ફરિયાદીને નીચે ઉતારીને ગાળો આપી હતી અને ફરિયાદી ગાળો આપવાની ના પાડતા ચારેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને  ત્યારે પ્રવિણભાઇ બાંભવાએ તેના હાથમા રહેલ છરીનો એક ઘા ફરીના માથામાં માર્યો હતો. અને બાકીના ત્રણ આરોપીઓએ ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો. અને ત્યાર બાદ ફરિયાદી ત્યાંથી આંદરણા ગામ તરફ ભાગતા ત્યાં આરોપી ગટુ મારવાડી અને ગોકળભાઇ ખોડાભાઇ બાંભવા તેમનુ બાઇક લઈને સામે આવ્યા હતા અને કહ્યું હતું કે, પકડોપકડો આજે તો તેને પુરો કરી નાખવો છે આમ માર મારીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બી.એન.એસ.કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(ખ), ૩૫૧(૧) (૨), ૩૨૪(૧), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News