મોરબીમાં રોડ સાઈડમાં નહીં ડીવાયડરની વચ્ચો વચ્ચ કારનું પાર્કિંગ !: અકસ્માત થાય તો જવાબદાર કોણ ? મોરબી સાયન્સ કોલેજના વર્ષ 2005 ના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું મોરબીના  સંસ્કાર ઇમેજિંગ સેન્ટરથી શરૂ થયેલ  સિદ્ધ સમાધી યોગ SSY શિબિર દ્વારકા ખાતે સંપન્ન મોરબીના નવયુગ શૈક્ષિણક સંકુલ ખાતે કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયુ ભમાશાઓને સલામ: મોરબીમાં ગૌસેવા માટે પાંજરાપોળને એક જ દિવસમાં આપ્યું 75 લાખથી વધુનું દાન મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટના નવા પ્રમુખ હસુભાઈ પંડ્યા મોરબીના મહાસંઘ દ્વારા તૈયાર કરાયેલ સત્ય સનાતન ભારત શાશ્વત ભારત ગુણમય ભારત કેલેન્ડર અધિકારીઓને અર્પણ માળીયા (મી)ના ચીખલી ગામના પિતા પુત્રને રખોપુ કરવા અને ચરાવવા આપેલ વધુ 50 ગાયોની કતલ !: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર, રફાળેશ્વર અને ધરમપુરમાં જુગારની ત્રણ રેડ: ચાર મહિલા સહિતના 13 જુગાર રમતા પકડાયા


SHARE











મોરબી શહેર, રફાળેશ્વર અને ધરમપુરમાં જુગારની ત્રણ રેડ: ચાર મહિલા સહિતના 13 જુગાર રમતા પકડાયા

મોરબીના રફાળેશ્વર, ધરમપુર અને શહેરમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મહિલાઓ સહિતના કુલ મળીને 13 વ્યક્તિ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે જુગાર રમી રહેલા આ લોકો પાસેથી 65,430 ની રોકડ કબજે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ સોનલનગર સોસાયટીમાં પાંજરાપોળ પાસે રહેતા ભરતભાઈ વરસડાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી ભરતભાઈ નારણભાઈ વરસડા જાતે ગઢવી, ભારુભા લાલુભા બાવળા જાતે ગઢવી (47), કનુભાઈ ભીખુભાઈ ગૂઢડા જાતે ગઢવી (39), સંજયભાઈ પ્રવીણભાઈ મારુ જાતે ગઢવી (35), રમેશભાઈ માધાભાઈ ગમારા જાતે ભરવાડ (35), જીતુભાઈ રામજીભાઈ ગોહેલ જાતે અનુ. જાતી (52) રહે. તમામ રફાળેશ્વર અને લખમણભાઇ મનુભાઈ બાવળા જાતે ગઢવી (38) રહે.  લીલાપર રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 62,200 ની રોકડ કબજે કરી હતી. અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

મોરબી તાલુકાના ધરમપુર ગામે મેલડી માતાના મઢ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે તાલુકા પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા સરોજબેન ચંદુભાઈ સાતોલા જાતે કોળી (47), સોનીબેન સુખાભાઈ ઉપસરિયા જાતે કોળી (55), દયાબેન ધીરુભાઈ ઉપસરિયા જાતે કોળી (50) રહે. ત્રણેય ધરમપુર અને દયાબેન કરસનભાઈ કોળી (56) રહે. જાંબુડીયા તાલુકો મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 1,150 ની રોકડ કબજે કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે જુગારની ત્રીજી રેડ મોરબીમા આવેલ લક્ષ્મી ચેમ્બર નજીક કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા અનિલભાઈ હીરાભાઈ ઠક્કર જાતે લોહાણા (66) રહે. લોટસ એપાર્ટમેન્ટ રવાપર રોડ મામા ફટાકડાની બાજુમાં મોરબી અને હનીફભાઈ મહમદભાઈ રંજા જાતે સંધિ (55) રહે. વાવડી રોડ શુભ સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2080 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News