હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં નિંદ્રાધીન યુવાનનું હાર્ટ એટેકથી મોત: મોરબીમાંથી ચાર બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE







ટંકારાના લજાઈ પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં નિંદ્રાધીન યુવાનનું હાર્ટ એટેકથી મોત: મોરબીમાંથી ચાર બોટલ દારૂ સાથે એક પકડાયો

ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને કંપનીના લેબર કવાર્ટરમાં સૂતો હતો ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈએ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા રોડ ઉપર આવેલ વિજય ઓઇલ મીલ કંપનીના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો દિનેશભાઈ અર્જુનભાઈ અજનાર જાતે એસ.ટી. (33) નામનો યુવાન કંપનીના લેબર કવાર્ટરમાં સૂતો હતો ત્યારે તેની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને તાત્કાલિક ખાનગી વાહનમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને યુવાને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બંને અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હાર્ટ એટેકથી યુવાનના મોતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ સી.એસ. કડવાતર દ્વારા કરવામાં આવેલ છે

ચાર બોટલ દારૂ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ નજીકથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસે દારૂની ચાર બોટલો મળી આવી હતી જેથી પોલીસે 1200 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી આશિષભાઈ રાણાભાઇ વિરડા જાતે બોરીચા આહીર (30) રહે. કાલિકા પ્લોટ રાજ બેક વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.






Latest News