હળવદના ગોલાસણ ગામે ગોચર-ખરાબામાં દબાણ ન કરવાની અરજી કરનાર વૃદ્ધને ત્રણ શખ્સોએ માર માર્યો
ટંકારાની લજાઈ ચોકડી પાસે આવેલ ન્યુ ઇમેજ સ્પાના સંચાલક સામે ગુનો નોંધાયો
SHARE
ટંકારાની લજાઈ ચોકડી પાસે આવેલ ન્યુ ઇમેજ સ્પાના સંચાલક સામે ગુનો નોંધાયો
ટંકારા તાલુકાની લજાઈ ચોકડી પાસે હડમતીયા રોડ ઉપર આવેલ સ્પામાં કામ કરતા કર્મચારીઓની માહિતી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી ન હતી જેથી કરીને સ્પાના સંચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં સ્પામા કામ કરતાં કર્મચારીઓની વિગત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવા માટે અવારનવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં પણ સ્પામાં કામ કરતા કર્મચારીઓની વિગત સ્થાનિક પોલીસ મથકોમાં આપવામાં આવતી નથી તેવું જોવા મળતું હોય છે દરમિયાન ટંકારા તાલુકાની લજાઇ ચોકડી પાસે હડમતીયા રોડ ઉપર આવેલ ન્યુ ઇમેજ સ્પામાં કામ કરતા કર્મચારીઓની વિગતો આઈડી પ્રૂફ ત્યાંના સંચાલકે મેળવ્યા ન હતા અને પોલીસની મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં તેની વિગતો અપલોડ કરી હતી જેથી સ્પાના સંચાલક દ્વારા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હતો જેથી કરીને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે હાલમાં પોલીસ દ્વારા અમૃતકુમાર ધનંજય મેસ્કા (22) રહે. હાલ લજાઈ ચોકડી રોડ પાસે હડમતીયા રોડ ન્યુ ઇમેજ સ્પામાં મૂળ રહે. મહારાષ્ટ્ર વાળાની સામે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાવાણિયા જુગાર
માળીયા મીયાણા તાલુકાના વાવાણિયા ગામે મોટા કોળીવાસમાં મંદિર પાસે વરલી જુગારના જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે પહેલી રેડમાં સ્થળ ઉપરથી 930 રૂપિયાની રોકડ સાથે પોલીસે હરખાભાઈ પ્રભુભાઈ અગેચાણીયા (38) અને કુંવરજીભાઈ અવચરભાઇ પીપળીયા (35) રહે બંને વવાણીયા વાળાની ધરપકડ કરી હતી જયારે બીજી રેડમાં વરલી જુગારના આંકડા લેતા ધનાભાઈ દેવાભાઈ સોમાણી (37) અને મકાભાઈ કાનજીભાઈ અગેચાણીયા (34) રહે. બંને વવાણીયા વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 1,070 ની રોકડ કબજે કરી હતી અને ચારેય સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી વરલી જુગાર
મોરબીમાં ગેંડા સર્કલ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા સંજયભાઈ મનુભાઈ ગંડીયા (28) રહે. જીવરાજ સોસાયટી નજરબાગ સામે મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 2,150 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો તો મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ઘંટીઆપા શેરીના નાકા પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે દિનેશભાઈ ચત્રભૂજભાઈ કારીયા (60) રહે ઘંટીઆપા ગ્રીન ચોક પાસે મોરબી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 7,000 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો