મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીની ટીમ તેમજ સેવાભાવી યુવાનો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમા ફૂડ પેકેટનું વિતરણ
મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા લાશના વાલી વારસ શોધવા તજવીજ શરૂ
SHARE








મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા લાશના વાલી વારસ શોધવા તજવીજ શરૂ
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં ગત ૨૫ ઓગસ્ટના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યા આસપાસ મોરબીના પાડાપુલ પાસે, મણીમંદિરની સામે એક લાશ મળી આવી હતી. જેની વાલી વારસના શોધ માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.
તારીખ ૨૫ ઓગસ્ટના રોજ લાશ મળી આવતા પોલીસ દ્વારા આ મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. વ્યક્તિનું નામ અનુભાઈ સવજીભાઈ મારુ ઉંમર ૫૨ વર્ષ હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિનો કોઈ વાલી વારસ મળી શક્યો ન હોવાથી પોલીસ દ્વારા વાલી વારસની શોધ કરવામાં આવી રહી છે. કોઈને આ વ્યક્તિ વિશે માહિતી મળે તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર ૦૨૮૨૨ ૨૩૦૧૮૮ પર સંપર્ક કરવા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલ વી.કે. ફુલતરિયાની યાદીમાં જણાવ્યું છે.
