મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે કુલદીપસિંહ વાળા મુકાયા


SHARE





























મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે કુલદીપસિંહ વાળા મુકાયા

મોરબી નગરપાલિકાને સુપરસિડ કરવામાં આવી ત્યારથી ત્યાં કાયમી ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવી ન હતી જો કે, મોરબી પાલિકામાં હાલમાં ડેપ્યુટી કલેકટરને ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવેલ છે.

ઝૂલતા પુલની દુર્ઘટના પછી મોરબી પાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ પાલિકામાં કોઈ કાયમી ચીફ ઓફિસરને મૂકવામાં આવેલ ન હતા જો કે, ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી રૂટિન કામ કરવામાં આવતું હતું જો કે, પાલિકાને લગતા પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી વધવા લાગ્યા હતા તેવામાં સરકારના મહેસુલ વિભાગ દ્વારા મોરબી ડેપ્યુટી કલેકટર તરીકે જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારીની ફરજ બજાવતા કુલદીપસિંહ વાળાને મોરબી નગરપાલિકાના કાયમી ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવેલ છે જેથી કરીને હવે લોકોની સુખકારીમાં વધારો થયા અને પ્રશ્નોનો  સમયસર નિકાલ કરવામાં આવે તેવી આશા લોકોને જાગી છે. 
















Latest News