મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

મોરબીમાંથી અપહરણ કરવામાં આવેલ સગીરને કેશોદથી પોલીસે શોધી કાઢ્યો: મહિલા આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાંથી અપહરણ કરવામાં આવેલ સગીરને કેશોદથી પોલીસે શોધી કાઢ્યો: મહિલા આરોપીની ધરપકડ

મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મોબાઈલની દુકાને મોબાઈલના સિમકાર્ડની પિન લેવા માટે બાળક ગયો હતો અને તે પાછો નહીં આવતા સગીરના પિતાએ મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાને ચેક કરીને સગીરને લઈ નાસી છૂટેલ સાધ્વી જેવી દેખાતી મહિલાને કેશોદથી ઝડપી પડી છે અને તેની પાસેથી સગીરને હેમખેમ મુક્ત કરાવ્યો છે અને તે સગીરને તેના પરિવારને સોંપી દેવામાં આવેલ છે.

મોરબીમાં રેલવે સ્ટેશન પાસે મોબાઈલ રિપરિંગની દુકાન ધરાવતા વેપારીએ તેના દીકરાને ત્યાં આવેલ દુકાનમાંથી સિમકાર્ડની પીન લેવા માટે મોકલ્યો હતો ત્યાર બાદ તે સગીર ઘરે પાછો આવેલ ન હતો જેથી તેની શોધખોળ શરૂ કરી તો પણ તેનો કોઈ જગ્યાએ પત્તો લાગેલ ન હતો અને ત્યારે બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી ફુટેજની તપાસ શરૂ કરી હતી અને સગીર એક સાધ્વી જેવી મહિલા સાથે જતો દેખાયો હતો જેથી કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

વધુમાં આ બનાવની માહિતી આપતા મોરબી એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બાતમીદારોના નેટવર્ક મારફતે તપાસ કરતા સાધ્વી જેવી જણાતી મહિલા પરબધામ ખાતે તેમજ જૂનાગઢ જિલ્લાના ધાર્મિક સ્થાનોમાં હોવાની માહિતી મળી હતી જેથી જુદીજુદી ટીમો બનાવીને આરોપી મહિલા આશાબેન ઉર્ફે સમીરાનંદ ઉર્ફે શ્રદ્ધાનંદ મોહનભાઇ ભીલ (42) રહે. નીચા કોટડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર વાળી સગીરને સાથે લઈને કેશોદ તાલુકામાં હોવાની માહિતી મળી હતી જેથી પોલીસે ત્યાંથી તેને સગીરની સાથે જ ઝડપી લીધી હતી અને સગીરના મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તેને તેના પરિવરજનોને સોંપી દેવામાં આવેલ છે અને મહિલા આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ સફળ કામગીરી મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ હકૂમતસિંહ જાડેજા, પીએસઆઇ પી.આર. સોનારા, એએસઆઈ રાજદીપસિંહ રાણા, કિશોરભાઈ મકવાણા, જનકભાઈ છગનભાઇ, ચકુભાઇ કરોતરા, કિશોરભાઈ મિયાત્રા, એ.પી.જાડેજા, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા, કપિલભાઈ ગુર્જર, અરજણભાઇ ગરીયા, સિધ્ધરાજસિંહ જાડેજા, રમેશભાઈ કાનગડ તથા રાજદીપસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.




Latest News